________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૨૦૦] આ બે સંપ્રદાય વિના જૈનોમાં બીજા કોઈ સંપ્રદાયો છે કે નહીં ?
ઉત્તર- મુખ્યત્વે આ બે જ સંપ્રદાયો છે. આ બે વિના સ્થાનકવાસી અને તેરાપંથી એવા બીજા પણ બે સંપ્રદાયો છે પરંતુ તે આ બે પૈકીના શ્વેતાંબર સંપ્રદાયના જ પેટાવિભાગ સ્વરૂપ છે એટલે શ્વેતાંબર સંપ્રદાયના કુલ ત્રણ પેટાભેદો છે અને દિગંબર સંપ્રદાયમાં એક પેટાવિભાગ છે. જેથી કુલ ચાર સંપ્રદાયો કહેવાય છે.
પ્રશ્ન- [૨૦૧] શ્વેતાંબર સંપ્રદાયના ત્રણ પેટાભેદો કયા કયા?
ઉત્તર- (૧) મૂર્તિપૂજક, (૨) સ્થાનકવાસી, (૩) તેરાપંથી. - પ્રશ્ન- [૨૦૨] આ ત્રણે સંપ્રદાયના અર્થો શું?અને માન્યતાભેદ
ઉત્તર- (૧) જિનેશ્વર ભગવાનની પત્થરની કે ધાતુની મૂર્તિને જે માને, તેને ભગવાન જ છે એમ આરોપણ કરીને જે પૂજે, અને તે મૂર્તિ માટેનું મંદિર આદિ પણ માને તે મૂર્તિપૂજક. જેમ સીનેમા અને ટીવીમાં બતાવાતાં શૃંગાર અને કરૂણ રસનાં પિકચરો ચિત્રમાત્ર હોવા છતાં, જડ હોવા છતાં આત્મામાં વાસના અને રૂદન લાવે છે તેમ પત્થર અને ધાતુની બનેલી મૂર્તિ પણ વીતરાગની હોવાથી આત્મામાં વૈરાગ્ય લાવે છે. માટે તેને પૂજનારો વર્ગ શ્વેતાંબર મૂર્તિપૂજક કહેવાય છે.
(૨) ઉપાશ્રયાદિ સ્થાનમાત્રમાં જ રહીને ધર્મ કરનાર વર્ગને સ્થાનકવાસી કહેવાય છે. મૂર્તિ પત્થરાદિની બનેલી હોવાથી નિર્જીવ છે. પ્રભુ સ્વરૂપ નથી. એવી માન્યતા ધરાવે છે અને તેથી જ તેઓ મૂર્તિ મંદિરની ઉપેક્ષા કરે છે.
(૩) દયા અને દાનની બાબતમાં વિચારભેદ ધરાવનાર જે વર્ગ તે તેરાપંથી કહેવાય છે. અવિરતિને અપાતું દાન અને તેના ઉપર કરાતી દયા પરંપરાએ પણ અવિરતિની પોષક છે એવી માન્યતા ધરાવનાર વર્ગ તે તેરાપંથી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org