________________
“નવતત્ત્વ પ્રકરણ”
પ્રશ્ન- [૨૦૩] ભગવાન મહાવીર સ્વામી પ્રભુની હાજરીમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયોમાંથી કયા કયા હતા?
ઉત્તર-સંપ્રદાય સ્વરૂપે એકે ન હતા, પરંતુ અવસ્થા સ્વરૂપે બન્ને હતા. એટલે કે જે આત્માઓ શરીરબળ-મનબળ-અને પહેલા સંઘયણવાળા હતા, નિર્વસ્ત્ર રહીને સંયમ પાળી શકતા હતા તેઓ તે રીતે સંયમ પાળતા તેને જિનકલ્પ કહેવાતો હતો, અને જે આત્માઓ આવા પ્રકારના શરીરબળ-મનોબળ-અને સંઘયણબળ વિનાના હતા. તેઓ સવસ્ત્ર સંયમ પાળતા તેને સ્થવિરકલ્પ કહેવાતો હતો, જેમાં કોઈ મનુષ્ય શરીરની શક્તિ હોય તો ઉપવાસ કરે અને શરીરની શક્તિ ન હોય તો એકાસણુંબેસણું કરે. પરંતુ પરસ્પર અપેક્ષાવાળા હોય છે. એકાન્તવાદી હોતા નથી. તેની જેમ જિનકલ્પ અને સ્થવિરકલ્પ હતા. પરંતુ આ જ પક્ષ સાચો છે એવા એકાન્તવાદ વાળા ન હતા. માટે જ એકાન્તવાદ વાળા બન્ને સંપ્રદાયો ન હતા, પરંતુ શરીરની શક્તિની અનુસારે સાપેક્ષપણે વર્તનારા બન્ને અવસ્થા વાળા માર્ગો હતા.
પ્રશ્ન- [૨૦૪] આ બધા સંપ્રદાયો કયારથી વૃધ્ધિ પામ્યા ?
ઉત્તર- આ બાબતમાં દરેક સંપ્રદાયોના વિચારભેદ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજની માન્યતા એવી છે કે શિવભૂતિ મુનિથી રત્નની વહોરાવેલી કાંબલના નિમિત્તથી દિગંબર સંપ્રદાય પ્રસિધ્ધ થયો, લોકાશાથી પંદરમા સૈકાથી સ્થાનકવાસી સંપ્રદાય પ્રસિધ્ધ થયો, અને અઢારમા સૈકાથી ભિક્ષુસ્વામીથી તેરાપંથી સંપ્રદાય પ્રસિધ્ધ થયો. પછી તેની દિન-પ્રતિદિન અનુયાયી વર્ગ વડે વૃધ્ધિ થઈ. દિગંબર સંપ્રદાયની એવી માન્યતા છે કે બાર વર્ષ દુકાળ વખતે સંયમના નિર્વાહ અર્થે સાધુઓ દક્ષિણમાં ગયા અને જેઓ ઉત્તરપ્રદેશમાં રહ્યા તેઓ ધીમે ધીમે શિથીલાચારી થયા. વસ્ત્ર-પાત્ર રાખતા થયા ત્યારથી શ્વેતાંબર સંપ્રદાય પ્રસિધ્ધ થયો.
પ્રશ્ન- [૨૦૫] દિગંબર સંપ્રદાય આચારાંગ કાણાંગ આદિ આગમોને શું માન્ય કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org