________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
દ્રષ્ટિ પણ શરીરની ઇન્દ્રિયો તરફ ખેંચાય છે. માટે સંયમને બદલે અસંયમ વધે છે. તેને બદલે જો શરીરને ઢાંકવા પુરતું વસ્ત્ર રાખવામાં આવે તો વધારે સંયમની વૃધ્ધિ થાય, તેથી કમંડળ અને મોરપીંછીની જેમ વસ્ત્ર પણ સંયમ માટે અનિવાર્ય છે.
તથા વસ્ત્રમાં પણ મોહ-માયા-અને રાગાદિ ન થઈ જાય તેટલા માટે જ રંગીન-મુલાયમ-કે ચિત્રો વાળાં વસ્ત્રો ન પહેરતાં માત્ર શ્વેત જ વસ્ત્રો રાખવાં, તેવી શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે અને તેથી જ તે શ્વેત વસ્ત્રવાળા અર્થાત્ શ્વેતાંબર કહેવાય છે.
પ્રશ્ન- [૧૯૭] દિગંબર અને શ્વેતાબંર સંપ્રદાયમાં મુખ્ય મુખ્ય શું શું માન્યતા ભેદ છે ? 1 ઉત્તર- બન્નેની વચ્ચે મુખ્યત્વે ચાર બાબતમાં માન્યતાભેદ વર્તે
અને મોક્ષે જ
ભક્તિ = દિગળ છી આહાર ઝ
(૧) સ્ત્રી મુક્તિ = દિગંબર સંપ્રદાય સ્ત્રીઓ વસ્ત્રવિના રહી ન શકે તેથી દીક્ષા ન લઈ શકે, તેથી કેવળજ્ઞાન પામી મોક્ષે ન જઈ શકે એમ માને છે. જ્યારે શ્વેતાંબરસંપ્રદાય વસ્ત્રવાળી સાધુ અવસ્થા સ્વીકારતા હોવાથી સ્ત્રીઓ પણ દીક્ષા લઈ શકે કેવળજ્ઞાન પામી શકે અને મોક્ષે જઈ શકે એમ માને છે.
(૨) કેવલી ભક્તિ = દિગંબર સંપ્રદાય એમ માને છે કે કોઈ પણ કેવલી ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી આહાર ગ્રહણ કરતા નથી. આહાર ગ્રહણ કરવાની ઇચ્છા થવી તે મોહ છે. ભગવાને મોહનો ક્ષય કર્યો છે. માટે ઇચ્છા રહિત હોવાથી આહારગ્રહણ હોતું નથી. પરંતુ શ્વેતાંબર સંપ્રદાય એમ માને છે કે કેવલીભગવન્તોને પણ આહારગ્રહણ હોય જ છે. કારણ કે આહારગ્રહણ ઇચ્છાથી નથી પરંતુ સુધાવેદનીયકર્મ અને શરીરનામકર્મથી છે. આ વેદનીય કર્મ અને નામકર્મ કેવલીભગવત્તને પણ હોય છે માટે આહાર ગ્રહણ કેવલીભગવાનને હોય છે. વળી સુધા લાગવી એ શરીરધર્મ છે. ઇચ્છારૂપ નથી માટે પણ કેવલીને આહાર ગ્રહણ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org