SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ “નવતત્ત્વ પ્રકરણ" ૭૭ પ્રશ્ન- [૧૯૪] ભગવાને આવી સુંદર સંસારની આ લીલા બનાવી છે, તે ખાવા-પીવા-ભોગવવા માટે જ બનાવી છે. તો તેને છોડીને મોક્ષે જવાની વાત શા માટે ? ઉત્તર- આ સંસારની લીલા ભગવાને બનાવી નથી, પરંતુ સ્વયં તે તે જીવો વડે સર્જિત છે. વળી ભોગવવા માટે નથી આ જીવ રાગદ્વેષ અને મોહથી ભોગવે છે અને તે રાગ-દ્વેષ-મોહ ચીકણાં કર્મો બંધાવે છે જેનાથી આ જીવ સંસારમાં રખડે છે. માટે સંસારના ભોગો ઉપાદેય નથી. પરંતુ હેય જ છે. પ્રશ્ન- [૧૯૫] અન્યદર્શનકારો વૈકુંઠ-સ્વર્ગ-અને દેવલોક જેને કહે છે તેને જ આપણે મોક્ષ કહીએ છીએ કે જાદુ કોઇ મોક્ષનું સ્થાન છે ? ઉત્તર- વૈકુંઠ-સ્વર્ગ-કે દેવલોક એ મોક્ષ નથી. પરંતુ તેનાથી તદ્ન જાદુ મોક્ષનું સ્થાન છે. કારણ કે વૈકુંઠ-કે સ્વર્ગાદિમાં ઉત્પન્ન થનારા સંસારી દેવો છે. વળી તે દેવો જન્મ-મરણવાળા, શરીરવાળા છે. અને સિધ્ધના આત્માઓ જન્મ-મરણવિનાના અને શરીર વિનાના છે. માટે મોક્ષ એ જુદી અવસ્થા છે. પ્રશ્ન- [૧૯૬] દિગંબર સંપ્રદાય સ્ત્રીઓને મોક્ષ થાય એ વાત નથી સ્વીકારતા. એમ ઉપર કહેવામાં આવ્યું છે. તો દિગંબર અને શ્વેતાંબર એટલે શું ? ઉત્તર- દિશા એ જ છે અંબર (વસ્ત્ર) જેને તે દિગંબર અર્થાત્ સાધુ અવસ્થામાં વસ્ત્રરહિત તદ્ન નગ્નાવસ્થા જેઓ માને છે તે દિગંબર. તેઓની યુક્તિ એમ છે કે દીક્ષા ગ્રહણ કરતી વખતે જેમ ધન-ધાન્યાદિ પરિગ્રહ ત્યજાય છે તેવી જ રીતે વસ્ત્ર પણ પરિગ્રહ હોવાથી ત્યજવું જ જોઇએ. તેથી દીક્ષિત અવસ્થામાં નગ્નવસ્થા જ રાખવી જોઇએ, અને શ્વેતાંબર સંપ્રદાયનું કહેવું એવું છે કે ધન-ધાન્યાદિ પરિગ્રહનો ત્યાગ સંયમ માટે જ છે. વસ્ત્રનો ત્યાગ કરવાથી વિકાર-વાસના વધે છે. આપણું નગ્ન શરીર જોઇને બીજાને પણ વિકાર-વાસના જન્મે છે. બીજાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy