________________
૭૬
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
છે. અને સિધ્ધપરમાત્માઓ લોકના અત્તે છે. એટલે સિધ્ધશીલાથી સિધ્ધના આત્માઓ ઘણા જ અધ્ધર અને ઉંચા છે ૧ યોજનના છેલ્લા ૧/૪ ભાગમાં વસે છે. પરંતુ તે બન્નેની વચ્ચે ત્રીજો કોઈ પદાર્થ વ્યાઘાતક ન હોવાથી જાણે સિધ્ધપરમાત્માઓ સિધ્ધશીલા ઉપર જ છે. એમ ઉપચાર કરાય છે.
પ્રશ્ન- [૧૯૨] મોક્ષમાં આજે કુલ કેટલા જીવો હશે? અને દરરોજ મોક્ષ જો ચાલુ જ રહે અને ત્યાં ગયા પછી પાછા આવવાનું હોય જ નહીં તો આ સંસાર સંપૂર્ણ પણે કયારેક ખાલી પણ થશે
- ઉત્તર- હાલ મોલમાં અનંતા જીવો છે. ભવિષ્યમાં પણ અનંતા જીવો જ થશે, પ્રતિદિન જીવો મોક્ષે જતા હોવા છતાં આ સંસાર જ એટલા બધા અનંતાનંત જીવોથી ભરપૂર ભરેલો જ છે. કે જેથી આ સંસાર કદાપિ ખાલી થવાનો નથી. જ્યારે જ્યારે ભગવાનને પુછો કે હે ભગવાન ? હવે મોક્ષના જીવો કેટલા થયા ? ત્યારે એક જ ઉત્તર છે કે એક નિગોદનો પણ અનંતમો ભાગ માત્ર જ ગયા છે.
પ્રશ્ન- [૧૯૩] અન્યદર્શનકારો રામચંદ્રજીને, કૃષ્ણજીને ભગવાનનો અવતાર માને છે. એટલે મોક્ષે ગયા પછી ભગવાન થયેલા આત્માઓ પણ દાનવોને હણવા અવતાર લે છે એમ માને છે. તો આ શું સત્ય છે ?
ઉત્તર- ભગવાન થયા પછી ફરીથી કોઈ અવતાર ધારણ કરતું જ નથી. જે સર્વકર્મરહિત થયા, રાગ-દ્વેષાદિ દોષોથી રહિત થયા તે શા માટે આવી ઉપાધિમાં ફસાય ? માટે ભગવાન પુનઃ જન્મગ્રહણ કરતા નથી પરંતુ સંસારની જ ચારગતિમાંથી એવું વિશિષ્ઠ પુણ્યકર્મ ઉપાર્જન કરીને વાસુદેવ-બળદેવ પણાનું પુણ્યકર્મબાંધીને રામચંદ્રજી બળદેવ રૂપે અને કૃષ્ણજી વાસુદેવ રૂપે જન્મેલા છે. તેઓ પ્રતિવાસુદેવનો સંહાર કરનારા હોય છે. ચક્રવર્તીની જેમ વાસુદેવાદિની પુણ્યની લબ્ધિ વાળા આ જીવો સંસારમાંથી જ જન્મેલા છે એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org