SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ” પ્રશ્ન- [૧૮૮] આ મોક્ષનું સ્થાન કયાં આવ્યું ? ઉત્તર- ચૌદ રાજલોક પ્રમાણ જે લોકાકાશ છે તેના ઉદ્ઘભાગના અત્તે, લોકની અંદર જ ઉપરના અન્તિમભાગમાં મોક્ષના જીવો વસે છે તે સ્થાનને જ મોક્ષ કહેવાય છે. પ્રશ્ન- [૧૮૯] મોક્ષે ગયેલા જીવો ત્યાં કેટલો કાળ રહેતા હશે ? અને શું કરતા હશે ? ઉત્તર- મોક્ષે ગયેલા જીવો ત્યાં અનંતકાળ સુધી રહે છે, ફરીથી આ સંસારમાં આવતા જ નથી. કર્મરહિત હોવાથી પુનઃ જન્મ ધારણ કરતા નથી વળી ત્યાં રહ્યા છતા આત્માના અનંતજ્ઞાન-દર્શન-આદિ ગુણોમાં જ લીન થઇને વર્તે છે. સ્વગુણરમણતા એ જ પરમસુખ છે. પ્રશ્ન- [૧૯૦] મોક્ષમાં શરીર નથી, ખાવાનુ-પીવાનું-ફરવાનું આનંદ-પ્રમોદ કરવાનું સુખ નથી તો મોક્ષમાં સુખ શું? ઉત્તર- ઉપરોકત સુખ તે વાસ્તવિક સુખ નથી. શરીરના પ્રતિબંધને લીધે સુખ લાગે છે. જેમ ખસના રોગ વાળાને ખરજ ખણતાં ઘણો જ આનંદ આવે છે. પરંતુ પરમાર્થથી તે દુઃખ રૂપ જ છે. તે જ રીતે આ શરીર સંબંધી સંસારિકસુખ શરીરને લીધે છે. પરંતુ શરીર એ જ બેડી છે. તેના વિના આત્મા પોતાના ગુણોની રમણતાનું અનંતસુખ અનુભવે છે. તે સુખ સ્વાભાવિકસુખ છે. જે સંસાર કરતાં અનંતગણું છે. પ્રશ્ન- [૧૯૧] શાસ્ત્રોમાં સિધ્ધશીલાનું વર્ણન આવે છે તે શું છે ? શું તેના ઉપર સિધ્ધ ભગવંતો વસતા હશે ? ઉત્તર- અનુત્તર વિમાનવાસી દેવોના વિમાનોથી ૧૨ યોજન ઉપર ૪૫ લાખ યોજન લાંબી-પહોળી, બરાબર અઢીદ્વીપના માપ પ્રમાણવાળી, મધ્યભાગે ૮ યોજન ઉંડી(જાડી), અને ધટતી-ધટતી અન્તિમભાગે અંગુલના અસંખ્યાતમા ભાગવાળી, નગારાના આકારવાળી આ સિધ્ધશીલા છે. પરંતુ આ સિધ્ધશીલા લોકના ઉપરના અન્તિમભાગથી ૧ યોજના નીચે ક.મા.૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy