________________
७४
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા (૯) સ્ત્રીઆકારે શરીર હોતે છતે જે કેવળજ્ઞાન પ્રાપ્ત
કરી મોક્ષે જાય તે સ્ત્રીલિંગ સિધ્ધ-જેમ કે મલ્લીનાથ, ચંદનબાળા, બ્રાહ્મી સુંદરી વિગેરે. (અહીં દિગંબર સંપ્રદાય સ્ત્રી આકારે શરીરવાળા જીવોને મુક્તિ નથી સ્વીકારતા, વસ્ત્રરહિત દીક્ષા સ્ત્રીઓમાં ન
સંભવતી હોવાથી) (૧૦)નપુંસકાકારે શરીર હોતે છતે કેવળજ્ઞાન પામીને
જે મોક્ષે જાય તે નપુંસકલિંગ સિધ્ધ. જેમ કે ગાંગેય
ઋષિ.
(૧૧) પોતાની મેળે સ્વયં પ્રતિબોધ પામી દીક્ષા ગ્રહણ
કરે અને કેવળ જ્ઞાન પામે તે સ્વયંબુધ્ધ સિધ્ધ.
જેમ કે તીર્થકર ભગવંતો. (૧૨)સંધ્યાના રંગ તરંગ આદિ નિમિત્તોથી વૈરાગ્ય પામી
દીક્ષા ગ્રહણ કરી કેવળજ્ઞાન પામે તે પ્રત્યેકબુધ્ધ
સિધ્ધ, જેમકે કરકંડુ મુનિ. (૧૩) જ્ઞાની ગુરુ દ્વારા પ્રતિબોધિત થઈ દીક્ષા ગ્રહણ
કરી કેવળજ્ઞાન પામે તે બુધ્ધબોધિત સિધ્ધ. જેમ
કે જંબુસ્વામી, પ્રભવસ્વામી વિગેરે. (૧૪) મોક્ષે જતી વખતે એકલા જ હોય તે એક સિધ્ધ.
જેમ કે મહાવીરસ્વામી. (૧૫)મોક્ષે જતી વખતે અનેક સાથે હોય તે અનેક
સિધ્ધ. જેમ કે ઋષભદેવ પ્રભુ ૧૦૮ ની સાથે
મોક્ષે પધાર્યા. આ પંદર ભેદોમાં ત્રણ જોડકાં ત્રણ ત્રણ ભેદનાં છે, અને ત્રણ જોડકાં બે બે ભેદનાં છે એટલે ૩ ૪ ૩ = ૯ + ૩ = ૨ = ૬ = ૧૫ ભેદો થાય છે. કોઈ પણ એક જીવને ઓછામાં ઓછા ૬ ભેદો લાગુ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org