________________
“નવતત્ત્વ પ્રકરણ”
ઉત્તર- (૧) જે જિનેશ્વર (તીર્થંકર) થઇને મોક્ષે જાય તે જિનસિધ્ધ જેમ કે ઋષભદેવ-અજિતનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી વિગેરે.
Jain Education International
૭૩
(૨) જે જિનેશ્વર (તીર્થંકર) ન થાય, પરંતુ સામાન્ય કેવલજ્ઞાની થઇને મોક્ષે જાય તે અજિનસિધ્ધ, જેમ કે ગૌતમ સ્વામી-સુધર્મા સ્વામી. (૩) તીર્થંકર ભગવન્તોનું તીર્થ સ્થપાયા પછી જે જીવો મોક્ષે જાય તે તીર્થસિધ્ધ જેમ કે પુંડરીક સ્વામી, જંબુસ્વામી ઇત્યાદિ.
(૪) તીર્થંકર ભગવન્તોનું તીર્થ સ્થપાયા પહેલાં જે જીવો મોક્ષે જાય તે અતીર્થસિધ્ધ જેમ કે મરૂદેવા માતા. (દિગંબર સંપ્રદાય સ્ત્રીઓને મુક્તિ ન થાય એમ માને છે.)
(૫) જે ગૃહસ્થના વેષમાં જ કેવળજ્ઞાન પામે તે ગૃહસ્થલિંગ સિધ્ધ જેમ કે ભરત મહારાજા, ઇલાચીપુત્ર, ચિલાતીપુત્ર ઇંત્યાદિ.
(૬) જે જૈનતર સાધુ (બાવા-જતિ-જોગી આદિ)ના વેષમાં હોય અને યથાર્થ માર્ગ સમજાવાના કારણે વૈરાગ્ય થવાથી મોહ ક્ષય કરી કેવળજ્ઞાન પામે તે અન્યલિંગસિધ્ધ જેમ કે વલ્કલચિરી મુનિ. (૭) જે જૈન સાધુના વેષમાં હોય અને કેવળજ્ઞાન પામે તે સ્વલિંગ સિધ્ધ. જેમ કે ગૌતમ સ્વામી, જંબુસ્વામી ઈત્યાદિ.
(૮) પુરૂષાકારે શરીર હોતે છતે જે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય તે પુલ્લિંગ સિધ્ધ. જેમ કે ઋષભદેવપાર્શ્વનાથ. વિગેરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org