________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા હરે, કોઈ લાડવો પિત્તને હરે તેમ કોઈ કર્મ જ્ઞાનને ઢાંકે, કોઈ કર્મ દર્શનગુણને ઢાંકે, કોઈ કર્મ સુખદુઃખ આપે ઇત્યાદિ. જેમ કોઈ લાડવો. ૧૫ દિવસ ટકે, કોઈ એક માસ પણ ટકે, કોઈ પાંચ દિવસ માત્ર જ સારો રહે તેમ કોઈ કર્મ ૩૦ કોડાકોડી, કોઈ કર્મ ૨૦ કોડાકોડી અને કોઈ કર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ આત્માની
સાથે રહે છે. (૩) જેમ કોઈ લાડવો ગળ્યો, કોઈ વધુ ગળ્યો, કોઈ
લાડવો કડવો, કોઈ લાડવો અતિકડવો હોય છે, તેમ કોઈ કર્મ મંદરસવાળું, કોઈ કર્મ તીવ્રરસ વાળું
અને કોઈ કર્મ અતિતીવ્ર રસવાળું પણ હોય છે. (૪) જેમ કોઈ લાડવો ૫૦ ગ્રામ કણનો, કોઈ લાડવો
૭૫ ગ્રામ કણનો અને કોઈ લાડવો ૧૦૦ ગ્રામ કણનો હોય છે, તેમ કોઈ કર્મ થોડા અણુઓ વાળું (તો પણ અનંતાઅનંત તો ખરું જ, કોઈ કર્મ વધારે અણુઓ વાળું અને કોઈ કર્મ અતિશય વધારે
અણુઓ વાળું પણ હોય છે. ઈત્યાદિ. પ્રશ્ન- [૧૮] મોક્ષતત્ત્વ એટલે શું ? તેના ભેદો કેટલા? અને કયા કયા ?
ઉત્તર- આત્માનો સર્વથા કર્મોથી છુટકારો થવો, સર્વથા કર્મરહિત બનવું. શુધ્ધ-બુધ્ધ-નિર્મળ-અનંત જ્ઞાનાદિ ગુણવાળી જે અવસ્થા તે મોક્ષ. મોલમાં ગયેલા જીવો સંપૂર્ણ પણે શુધ્ધ હોવાથી અને શરીર રહિત હોવાથી તે અવસ્થામાં ભેદો નથી. પરંતુ મોક્ષે જતાં પૂર્વે મનુષ્યભવને આશ્રયી તેઓના ૧૫ ભેદો શાસ્ત્રોમાં આવે છે.
પ્રશ્ન- [૧૮૭] તે પંદર ભેદો કયા કયા? અને તેના અર્થો
શું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org