________________
નવતત્વ પ્રકરણ”
૭૧
પ્રશ્ન- [૧૮] સ્થિતિબંધ એટલે શું ?
ઉત્તર- બંધાયેલું કર્મ આત્મા સાથે જધન્યથી = ઓછામાં ઓછું કેટલો ટાઈમ રહે અને ઉત્કૃષ્ટથી = વધુમાં વધુ કેટલો ટાઈમ રહે એમ આત્માની સાથે કર્મને રહેવાના કાળનું જે નિયમન તે સ્થિતિબંધ. જેમ કે જ્ઞાનાવરણીય કર્મ જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૩૦ કોડાકોડી સાગરોપમ રહે છે એ પ્રમાણે બીજા કર્મોનો પણ સ્થિતિબંધ જાણી લેવો.
પ્રશ્ન- [૧૮૩] રસબંધ એટલે શું ?
ઉત્તર- બંધાતાં કર્મોની જે તીવ્રતા અને મંદતા, પાવર-રસાનું જે નક્કી થયું તે રસબંધ, જેમ લીંબડાનો રસ કડવો હોય, પરંતુ તેને ઉકાળીને અર્ધી બાળી અર્ધી રાખવામાં આવે તો તીવ્રકડવાશ હોય, તેના કરતાં બે ભાગ બાળી એક ભાગ રાખવામાં આવે તો વધારે તીવ્રતર કડવાશ હોય છે અને ત્રણ ભાગ બાળી એકભાગ રાખવામાં આવે તો અતિવધારે તીવ્રતમ કડવાશ હોય છે. તેમ કર્મોમાં ફળ આપવાની શક્તિ પણ મંદ તીવ્ર-તીવ્રતર અને તીવ્રતમ હોય છે. તેને શાસ્ત્રોમાં એકઠાણીયો, બેઠાણીયો, ત્રણ. ઠાણીયો, અને ચાર ઠાણીયો રસ કહેવાય છે. તેવી જ રીતે પુણ્યપ્રકૃતિઓ માટે શેરડીના રસનું દ્રષ્ટાત્ત સમજવું.
પ્રશ્ન- [૧૮૪] પ્રદેશબંધ એટલે શું ?
ઉત્તર- પ્રતિસમયે બંધાતા કર્મોમાં પરમાણુઓના જથ્થાનું જે માપ તે પ્રદેશબંધ, યોગને અનુસારે પ્રદેશો બંધાય છે. જધન્યયોગથી જધન્ય અણુઓ બંધાય છે અને ઉત્કૃષ્ટ યોગથી ઉત્કૃષ્ટ અણુઓ બંધાય છે. કાર્મણવર્ગણા જ કર્મરૂપે આત્મા સાથે પરિણામ પામે છે.
પ્રશ્ન- [૧૮૫] આ ચારે બંધને સમજવા માટે જૈનશાસ્ત્રોમાં શું કોઈ દષ્ટાંત આવે છે ?
ઉત્તર- હા, જૈનશાસ્ત્રોમાં આ ચાર બંધ સમજવા માટે લાડવાનું દૃષ્ટાંત છે.
(૧) જેમ કોઈ લાડવો વાયુને હરે, કોઈ લાડવો કફને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org