________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
રસત્યાગ, (૫) કાયકલેશ, અને (૬) સંલીનતા, એમ ૬ ભેદો છે. આહારનો ત્યાગ તે અણુશન, ઓછું ખાવું તે ઉણોદરી, ઇચ્છાઓને ટુંકાવવી તે વૃત્તિસંક્ષેપ, રસવાળી સ્વાદિષ્ટ વસ્તુનો ત્યાગ કરવો તે રસત્યાગ, કાયાને દુઃખ આપવું-સહનશીલ બનાવવી તે કાયકલેશ, અને શરીરના અવયવો સંકોચવા-ટુંકાવવા તે સંલીનતા.
પ્રશ્ન- [૧૭૯] અત્યંતર તપ એટલે શું ? તેના છ ભેદો કયા
૭૦
કયા ?
ઉત્તર- જે આત્માને તપાવે, આત્માને પીડે, લોકો જોઇ ન શકે, જેનાથી લોકો તપસ્વી ન કહે, શરીર ન કરમાય તે અત્યંતર તપ. તેના (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય, (૩) વેયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન,અને (૬) કાયોત્સર્ગ એમ ૬ ભેદો છે.
કરેલી ભુલની ક્ષમાયાચના કરવી તે પ્રાયશ્ચિત, વડીલો પ્રત્યે વિશેષ નમ્ર બનવું તે વિનય, ગ્લાન અને રોગીની સેવા કરવી તે વૈયાવચ્ચ, નવો નવો અભ્યાસ કરવો તે સ્વાધ્યાય, એક ચિત્તે ચિંતન-મનન કરવું તે ધ્યાન, કાયાને અત્યન્ત સ્થિર કરવી તે કાયોત્સર્ગ. આ છ અત્યંતર તપના પેટાભેદો ઘણા છે તે નવતત્ત્વથી જાણી લેવા.
પ્રશ્ન- [૧૮૦] બંધતત્ત્વ એટલે શું ? તેના ભેદો કેટલા ? ઉત્તર- આત્મા અને કર્મનો ક્ષીર-નીર (દુધ-પાણી)ની જેમ, તથા લોહાગ્નિ (લોઢા અને અગ્નિ)ની જેમ એકમેક સંબંધ થવો, એકરૂપ બની જવું તન્મય થઇ જવું તે બંધ કહેવાય છે. તેના ચાર ભેદો છે. તે આ પ્રમાણે (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ, (૩) રસબંધ, (૪) પ્રદેશબંધ પ્રશ્ન- [૧૮૧] પ્રકૃતિબંધ એટલે શું ?
ઉત્તર- પ્રકૃતિ એટલે સ્વભાવ, બંધાતા કર્મોમાં સ્વભાવનું નક્કી થવું કે ક્યું કર્મ જીવને શું શું ફળ આપશે ? એવા સ્વભાવોનું જે નિર્માણ તે પ્રકૃતિબંધ. જેમ કે કોઇ કર્મ આત્માના જ્ઞાનગુણને ઢાંકે? કોઇ કર્મ આત્માના દર્શનગુણને ઢાંકે, કોઇ કર્મ આત્માને દુઃખ સુખ આપે ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org