SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [પપ આ છ આવશ્યકોનું વર્ણન કયા સૂત્રમાં છે ? ઉત્તર- શ્રી આવશ્યકસૂત્ર માં છ એ આવશ્યકોનું વર્ણન છે. તેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ નિર્યુક્તિ (પ્રાકૃતભાષામાં) બનાવી છે. પ્રશ્ન- [૫૬] સામાયિકાવશ્યક કરતી વખતે શું શું સાધનો જોઈએ ? ઉત્તર- (૧) કટાસણું, (૨) મુહપત્તી, (૩) ચરવળો, (૪) પુસ્તક, (૫) શુદ્ધવસ્ત્રો. (૬) સ્થાપનાચાર્યજી પ્રશ્ન-૫૭-આ સાધનો રાખવાનું ફળ શું? ઉત્તર- (૧) હરતા ફરતા જીવો આપણા શરીરથી ચગદાઈ ન જાય, મરી ન જાય, તેઓની જયણા માટે કટાસણું. (૨) મુખથી નીકળતા વાયુથી જગતમાં રહેલા વાયુકાયના જીવો મરી ન જાય તેટલા માટે, તથા મુખથી નીકળતું થંક શ્વાસોચ્છવાસ પુસ્તકોને લાગીને આશાતના ન થાય તેટલા માટે મુહપત્તિ રખાય છે. (૩) સામાયિકમાં કોઈ કારણસર ઊઠવું પડે, જવું - આવવું પડે, તો રસ્તામાં ચાલતા જીવોની હિંસા ન થઈ જાય તે માટે ચરવળો રખાય છે, જેનાથી ભૂમિની પ્રમાર્જના થાય છે. (૪) પુસ્તકથી સ્વાધ્યાય - વાંચન – મનન - ચિંતન થાય છે. (૫) શુદ્ધવસ્ત્રોથી જ્ઞાનાદિ ગુણોની આશાતના થતી નથી. (૬) સ્થાપનાર્યથી સામે ગુરુજી છે એમ માની અવિવેક અટકી જાય છે. પ્રશ્ન-[૫૮સામાયિકનો ટાઈમ ૪૮ મિનિટનો જ શા માટે ઉત્તર-કોઈ પણ જીવનો સતત એક વિષયમાં ઉપયોગ અર્થાત્ ધ્યાનની સ્થિરતા બે ઘડી જ (૪૮ મિનિટ )રહી શકે છે. ત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy