________________
'આવશ્યક પ્રકરણ
પ્રશ્ન- [૫૪] એ છ આવશ્યકો ક્યાં ક્યાં ?
ઉત્તર- (૧) સામાયિકાવશ્યક - સમતાભાવની પ્રાપ્તિ. આત્માને કષાયોનો અભાવ થાય, રાગ-દ્વેષની પરિણતિ ઓછી થાય, આત્મસ્વરૂપનું ચિંતન મનન કરી શકે, કર્મક્ષય કરી નિર્જરા દ્વારા મોક્ષપ્રાપ્તિ કરી શકે એવી સમભાવવાળી જે અવસ્થા તે સામાયિક આવશ્યક. આ સમભાવ સ્વરૂપ સામાયિક પ્રાપ્ત કરવા માટે શ્રાવક શ્રાવિકાના જીવનમાં ઘર વ્યવસાયનો ત્યાગ કરી બે ઘડી સર્વસાવદ્યયોગ છોડવાપૂર્વક સામાયિક કરવામાં આવે છે.
(૨) ચવિસત્યો આવશ્યક - જેમાં ચોવીસ તીર્થંકર ભગવન્તોની સ્તુતિ કરવામાં આવી છે. એવો સૂત્રપાઠ કરવો, ચોવીસે તીર્થકર ભગવત્તોની સ્તુતિ વંદના - પ્રાર્થના ગુણગાન કરવા, તેઓશ્રીની ભક્તિમાં અત્યંત લીન થઈ જવું. તે ચઉવીસન્થો આવશ્યક.
(૩) વંદન આવશ્યક - દેવ ગુરુને ભક્તિભાવ પૂર્વક વંદન પ્રણામ કરવા નમસ્કાર કરવા તે.
(૪) પ્રતિક્રમણ આવશ્યક - રાત્રિ - દિવસ દરમ્યાન કરેલાં જે પાપો તેની ક્ષમા યાચના કરવી, ફરીથી તેવાં પાપો ન થાય તે માટે સજાગ રહેવું પાપોથી પાછા હઠવાની મનોવૃત્તિ કેળવવી તે પ્રતિક્રમણાવશ્યક.
(૫) કાઉસ્સગ્ન આવશ્યક - કરેલાં પાપોના પ્રાયશ્ચિત્તરૂપે કાયાની તમામ ચેષ્ટા રોકીને આત્માને પ્રભુના ધ્યાનમાં એકાગ્ર કરવો, તે કાઉસ્સગ્નઆવશ્યક.
(૬) પચ્ચખાણ આવશ્યક – કરેલાં પાપોના પ્રક્ષાલન માટે, તથા ફરીથી આવાં પાપો કરવાની બુદ્ધિ ઉત્પન્ન ન થાય તે માટે કંઈક અંશે વિરતિધર્મ સ્વીકારવો તે પચ્ચકખાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org