________________
૨૨
છે ?
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
પ્રશ્ન- [૫૦] જૈનશાસનમાં “ચૌદ પૂર્વો” કહેવાય છે તે શું
ઉત્તર--શ્રી ગણધરભગવંતોએ ગુંથેલી દ્વાદશાંગીમાંના દૃષ્ટિવાદ નામના બારમા અંગના મુખ્યત્વે પાંચ ભેદ છે ઃ (૧) પરિકર્મ (૨) સૂત્ર, (૩) ચૂલિકા, (૪) પૂર્વગત (૫) પૂર્વાનુયોગ તે પાંચ ભેદોમાંથી ચોથા પૂર્વગત નામના એકભેદમાં ચૌદ પૂર્વે રચાયેલાં છે. ચૌદ પૂર્વમાં અપાર શ્રુતજ્ઞાન છે. સૌથી પહેલાં રચાયાં છે માટે પૂર્વ કહેવાય છે.
પ્રશ્ન[૫૧]-ચૌદ પૂર્વેનું માપ કંઈ છે ?
ઉત્તર-- પહેલા પૂર્વનો અર્થ એટલો વિશાળ છે કે જો તેને સહીથી લખીએ તો એક હાથીના વજનપ્રમાણ કોરી સહી લઈને ફુવાના
પાણીમાં નાખી પ્રવાહી બનાવીને લખીએ તો લખી શકાય તેટલા વિશાળ અર્થવાળું પહેલું પૂર્વ છે. પછી પછીનાં પૂર્વે ડબલ -ડબલ હાથીના વજન પ્રમાણ સહીથી લખી શકાય તેટલા અર્થોવાળાં છે. પ્રશ્ન- [૫૨] ચૌદ પૂર્વેનાં નામો શું ? ઉત્તર- (૧) ઉત્પાદપૂર્વ,
(૨) અગ્રાયણીયપૂર્વ (૩) વીર્યપ્રવાદપૂર્વ (૪) અસ્તિપ્રવાદપૂર્વ (૫) જ્ઞાનપ્રવાદપૂર્વ (૬) સત્યપ્રવાદપૂર્વ (૭) આત્મપ્રવાદપૂર્વ (૮) કર્મપ્રવાદપૂર્વ
(૯) પ્રત્યાખ્યાનપ્રવાદપૂર્વ (૧૦) વિદ્યાપ્રવાદપૂર્વ (૧૧) કલ્યાણપ્રવાદપૂર્વ (૧૨) પ્રાણાવાયપૂર્વ (૧૩) ક્રિયાવિશાલપૂર્વ (૧૪) લોકબિન્દુસારપૂર્વ પ્રશ્ન- [૫૩]- તીર્થંકર ભગવન્તો પોતાની પવિત્રવાણીમાં બીજો શું ઉપદેશ આપે?
ઉત્તર- આ જીવનમાં કરવા લાયક છ આવશ્યક સમજાવે છે. આ છ આવશ્યક એટલા માટે જ આવશ્યક કહેવાય છે કે તે અવશ્ય કરવા લાયક છે. પાપકર્મોના ક્ષયનું પ્રધાનકારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org