________________
આગમ પ્રકરણ
(૨) શ્રી આવશ્યકસૂત્ર દિનચર્યારૂપ છ આવશ્યકોનું વર્ણન. (૩) શ્રી દશવૈકાલિક સાધુ જીવનના નિયમો, ગોચરી
આદિના ઉત્સર્ગ - અપવાદ માર્ગોનું વર્ણન. (૪) શ્રી પિંડનિર્યુક્તિ - સાધુઓએ આહાર ગ્રહણ કેમ
કરવો તેનું વર્ણન.
આ જ મૂળસૂત્રોમાંથી ચોથું પિંડનિર્યુક્તિ મૂળસૂત્ર સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયને અમાન્ય છે.
પ્રશ્ન- [૪૬]-આ આગમો કઈ ભાષામાં રચાયા છે ?
ઉત્તર-- આ આગમો અર્ધમાગધીભાષા અર્થાત્ પ્રાકૃત ભાષામાં રચાયા છે. તેના ઉપર તે આગમસૂત્રોનો અર્થ સમજાવનારી ટીકાઓ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે.
પ્રશ્ન- [૪૭-આ આગમગ્રંથોનાં પુસ્તકો આજે ઉપલબ્ધ છે?
ઉત્તર- આજે પણ આ આગમગ્રંથો પ્રતાકારે સંસ્કૃતટીકાઓ સાથે પ્રાપ્ત થાય છે, તથા કેટલાક ગ્રંથોનાં ગુજરાતી હિન્દી ભાષાન્તરો પણ થયાં છે. તે પણ આજે ઉપલબ્ધ છે. તથા સાધુ - સાધ્વીગણ આજે પણ આ ગ્રંથોનો અભ્યાસ - વાંચન કરે છે.
પ્રશ્ન- [૪૮] આ આગમગ્રંથો વાંચવા મળે તેવા જ્ઞાનભંડારો હાલ ક્યાં છે?
ઉત્તર - અમદાવાદ - પાટણ - સુરત - ખંભાત – મુંબઈ – જેસલમેરપિંડવાડા--મહેસાણા - રતલામ - આહોર - થરાદ - ગુડા(બાલોતરા) આદિ સ્થાનોમાં આવા જ્ઞાનભંડારો છે. જ્યાં ઘણાં પુસ્તકો ઉપલબ્ધ છે.
પ્રશ્ન-[૪૯]-આ આગમગ્રંથો સિવાય બીજાં શાસ્ત્રો જૈનદર્શનમાં છે ?
ઉત્તર- ગણધર ભગવન્તો પછીના થયેલા આજ સુધીના આચાર્યોએ અનેક મહાન ગ્રંથો બનાવ્યા છે. જે આજે લભ્ય છે અને તે ગ્રંથોનું જૈન સમાજમાં પઠન પાઠન ચાલુ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org