SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા આ પ્રકીર્ણક ૧૦ ગ્રંથો સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાયને અમાન્ય છે. પ્રશ્ન-૪૩ છ છેદસૂત્રો ક્યાં ક્યાં છે ? તેમાં શું શું વિષય ઉત્તર-(૧) શ્રી નિશીથસૂત્ર - સાધુના ધર્મોનું વર્ણન, તથા જીવનમાં લાગતા દોષોનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન (૨) શ્રી મહાનિશીથસૂત્ર - સાધુના ધર્મોનું વર્ણન, તથા જીવનમાં લાગતા દોષોનાં પ્રાયશ્ચિત્તોનું વર્ણન. (૩) શ્રી વ્યવહારસૂત્ર - પાંચ પ્રકારના વ્યવહારોનું વર્ણન. (૪) શ્રી આચારદશા (દશાશ્રુતસ્કંધ) - સાધુ - સાધ્વીના ઉત્સર્ગ-અપવાદભૂત આચારોનું વર્ણન. (૫) શ્રી બૃહત્કલ્પસૂત્ર - સાધુ - સાધ્વીના ઉત્સર્ગ અપવાદભૂત આચારોનું વર્ણન. (૬) શ્રી પંચકલ્પ - સાધુ - સાધ્વીના ઉત્સર્ગ - અપવાદભૂત આચારોનું વર્ણન. - આ છ છેદસૂત્રો અપવાદોના વર્ણનવાળાં છે. તેમાંથી ત્રીજા અને છઠ્ઠા નંબરનાં (૧) વ્યવહારસૂત્ર અને પંચકલ્પ એ બે છેદસૂત્રો સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાય સ્વીકારતા નથી. મૂર્તિપૂજક સમાજ સર્વને માન્ય રાખે છે. પ્રશ્ન[૪૪] બે સૂત્રો ક્યાં છે ? તેમાં શું વિષય છે ? ઉત્તર- (૧) શ્રી નંદિસૂત્ર - જ્ઞાનના પાંચ ભેદોનું સવિસ્તર વર્ણન. (૨) શ્રી અનુયોગકારસૂત્ર - વિદ્યાઓનું વર્ણન, સવિસ્તર વ્યાખ્યાન પ્રશ્ન- [૪૫]- ચાર મૂળ સૂત્રો ક્યાં ? તેમાં શું વિષય છે? ઉત્તર-ચાર મૂળસૂત્રોનાં નામો તથા વિષયવર્ણન આ પ્રમાણે છે (૧) શ્રી ઉત્તરાધ્યયન - પ્રભુશ્રી મહાવીર સ્વામીએ નિર્વાણનાઅન્તિમ સમયે આપેલ ઉપદેશ તથા કથાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy