SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ પ્રકરણ (૧૦)શ્રી પુષ્પિકા - જે દેવોએ પ્રભુ મહાવીર સ્વામીની પૂજા કરી તે દેવોના પૂર્વજન્મની કથાઓ. (૧૧) શ્રી પુષ્પચૂલિકા - જે દેવોએ પ્રભુ મહાવીર સ્વામીની પૂજા કરી તે દેવોના પૂર્વજન્મની કથાઓ. (૧૨) શ્રી વૃષ્ણિ દશા - (વહિનદસાઓ) શ્રી નેમિનાથ ભગવાને વૃષ્ણિવંશના ૧૦ રાજાઓને જૈન ધર્મી બનાવ્યા, તેનું સવિસ્તર વર્ણન. પ્રશ્ન-૪૨] ૧૦ પ્રકીર્ણક ગ્રંથો ક્યા ક્યા? તેમાં શું શું વિષય છે ? ઉત્તર- ૧૦ પ્રકીર્ણક ગ્રંથો આ પ્રમાણે છે. (૧) શ્રી ચતુશરણ (ચઉસરણ) - અરિહંતાદિ ચાર શરણો, પ્રાર્થના, આદિનું વર્ણન. (૨) શ્રી આતુરપ્રત્યાખ્યાન (આઉર પચ્ચખાણ) – જ્ઞાની મહાત્માઓની અન્તિમ સમયની આરાધનાઓ. (૩) શ્રી ભક્તપરીશા (ભત્તપરિણા)- જ્ઞાની મહાત્માઓને મરણકાળ નજીક દેખાય, ત્યારે શરીરનો ત્યાગ કરવા માટે કરાતી અણશનની વિધિનું વર્ણન. (૪) શ્રી સંસ્તારક – અન્તિમ સમયના સંથારાનું વર્ણન. (૫) શ્રી તૈદુલવૈતાલિકા (નંદુલવેયાલિયા) - શરીર વિદ્યા, ગર્ભવિદ્યા, આદિનું વર્ણન. (૬) શ્રી ચન્દવેધ્યક - ગુરુ - શિષ્યોના ગુણોનું, તથા પ્રયત્ન વિશેષોનું વર્ણન. (૭) શ્રી દેવેન્દ્રસ્તવ - દેવોના ઈન્દ્રોનું વર્ણન. (૮) શ્રી ગણિવિદ્યા -ફળાદેશ - જ્યોતિષવિદ્યાઓનું વર્ણન. (૯) શ્રી મહાપ્રત્યાખ્યાન (મહાપચ્ચખાણ) પ્રાયશ્ચિત્ત તથા આલોચના આદિનું વર્ણન. (૧૦) શ્રી વીર સ્તવ - શ્રી મહાવીરપ્રભુની સ્તુતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy