________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા વર્ણન. અર્થાત્ કર્મ સંબંધી ચર્ચા. (૧૨)શ્રી દૃષ્ટિવાદ અંગ - આત્માની દૃષ્ટિઓનું વર્ણન,
પરંતુ આ અંગ કાળ પ્રભાવે વિચ્છેદ ગયેલ છે. પ્રશ્ન---[૪૧] ૧૨ ઉપાંગો ક્યાં ક્યાં? અને તેમાં શું શું વિષય છે ?
ઉત્તર- બાર ઉપાંગોનાં નામો તથા તેમાં આવતા વિષયોનું વર્ણન આ પ્રમાણે છે :
(૧) શ્રી ઔપપાતિક (ઉવવાઈ) - કોણિક રાજાનું પ્રભુશ્રી
મહાવીર સ્વામીના દર્શનાર્થે જવું. દેવલોકમાં દેવભવની
પ્રાપ્તિ કેમ થાય? ઈત્યાદિ ઉત્પત્તિવિષયક વર્ણન. (૨) શ્રી રાજપ્રશ્નીય - (રાયપાસેણી) પાર્શ્વનાથ પ્રભુના
અનુયાયી એવા શ્રી કેશીગણધરે પરદેશી રાજાને
જૈન ધર્મના સિદ્ધાન્તો સમજાવ્યા, તેનું વર્ણન. (૩) શ્રી જીવાભિગમ - જગતનું, તથા તેમાં જીવોનું ભેદ
પ્રભેદ સહિત સવિસ્તર વર્ણન. (૪) શ્રી પ્રજ્ઞાપના (પનવણા) - જીવના ગુણધર્મ આદિ
અનેક બાબતોનું બારીકાઈથી વર્ણન. (૫) શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ (સૂરિય પત્નત્તિ) - સૂર્ય - ગ્રહ
નક્ષત્ર આદિ જ્યોતિષનું વર્ણન. (૬) શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ - ચંદ્ર - ગ્રહ - નક્ષત્ર આદિનું વર્ણન. (૭) શ્રી જંબૂઢીપપ્રજ્ઞપ્તિ - જંબુદ્વીપ, તથા તેમાં આવતાં ,
ક્ષેત્રાદિ તથા તેમાં થયેલા રાજા આદિનું વર્ણન. (૮) શ્રી નિરયાવલી દસ કુમારો રાજા કોણીક સાથે
મળી વૈશાલીના રાજા ચેટક સાથે યુદ્ધમાં ઊતર્યા,
માર્યા ગયા, અને નરકમાં જન્મ્યા, તેઓનું વર્ણન. (૯) શ્રી કલ્પાવતંસિકા - તે જ રાજાના પુત્રો સાધુ થયા,
મૃત્યુ પામી સ્વર્ગે ગયા, તેનું વર્ણન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org