________________
આગમ પ્રકરણ
૧૭
પ્રશ્ન- [૪૦] ૧૧ અંગગ્રંથો કયા કયા છે તે દરેકમાં શું વિષય
આવે છે ?
ઉત્તર--૧૧ અંગગ્રંથોનાં નામો, તથા તેમાં નીચે મુજબ વિષયોનું
વર્ણન છે.
(૧) શ્રી આચારાંગ સૂત્ર - સાધુ મહાત્માઓના આચાર, ગોચરીની વિધિ, વિનય, ભાષા, સંયમ, આદિનું વર્ણન છે.
(૨) શ્રી સૂયગડાંગસૂત્ર – જૈન સિદ્ધાન્તોનું વર્ણન, નવતત્ત્વનું વર્ણન તથા અન્ય વાદીઓના સિદ્ધાન્તોનું વર્ણન. (૩) શ્રી સ્થાનાંગસૂત્ર - જૈન ધર્મમાં પદાર્થોની સંખ્યા, અનુક્રમે ગણના, તથા વ્યાખ્યા,
(૪) શ્રી સમવાયાંગસૂત્ર - જૈન ધર્મમાં પદાર્થોની સંખ્યા, અનુક્રમે ગણના તથા વ્યાખ્યા.
(૫) શ્રી વ્યાખ્યા પ્રજ્ઞત્સંગ - (ભગવતીજી) સંવાદો, તથા કથાઓ દ્વારા જીવ આદિ તત્ત્વોની સૂક્ષ્મ પ્રરૂપણા. (૬) શ્રી જ્ઞાતાધર્મકથા અંગ - કથાઓ - ચરિત્રો અને ઉદાહરણો દ્વારા ધર્મનો આત્મસ્પર્શી ઉપદેશ.
-
(૭) શ્રી ઉપાસક દશાંગ - જૈન ધર્મના ૧૦ ઉપાસકોનું વર્ણન.
(૮) શ્રી અંતકૃદ્ દશાંગ - (અંતગડ દશાંગ) કર્મોનો ક્ષય કરનારા ૧૦ મહાપુરુષોના જીવનનું વર્ણન. (૯) શ્રી અનુત્તરોપપાતિક દશાંગ - સર્વોચ્ચ સ્થાન પામેલા અર્થાત્ · અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થનારા ૧૦ મહાપુરુષોનાં જીવનચરિત્રો.
Jain Education International
(૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ પાંચ મહાપાપો તથા તે જ પાપોના વિરમણ રૂપ પાંચ મહાવ્રતોનું વર્ણન. (૧૧) શ્રી વિપાકસૂત્ર - કર્મનાં ફળોના ભોગ વિષેનું
-
For Private & Personal Use Only
www.jainelibrary.org