________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૮આ ૪૫ આગમોને દર્શાવતાં “આગમમંદિરો” શું હાલ ક્યાંય છે ? તથા તે કોણે બનાવરાવ્યાં છે ? ઉત્તર--ગુજરાતમાં મુખ્યત્વે આવાં ત્રણ આગમમંદિરો છે. (૧) પાલીતાણાની તળાટીમાં જે પૂજ્ય
આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સાહબના ઉપદેશથી બનેલ છે મંદિરની અંદર ચારેબાજુની દિવાલો ઉપર
ટાંકણાથી અક્ષરો કોતરીને આગમો લખેલાં છે. (૨) સુરતમાં ગોપીપુરામાં પણ આવું જ ભીતોમાં
કોતરેલાં આગમોનું મંદિર છે. આ પણ પૂજ્ય
આનંદસાગરસૂરિજીના ઉપદેશથી બનેલ છે. (૩) શંખેશ્વરમાં ત્રાંબાની પ્લેટો ઉપર કોતરેલાં
આગમોનું મંદિર છે. આ આગમમંદિર પણ પૂ.આનંદસાગર સૂરિજી મ. સાહેબના સમુદાયવર્તી
સાધુસંતોના ઉપદેશથી બનાવાયું છે. પ્રશ્ન- [૩૯] આ ૪૫ આગમોમાંથી શ્વેતાંબરમૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, સંપ્રદાય કેટલાં આગમો માને છે?
ઉત્તર- શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય ૪૫ આગમો માને છે. તે આ પ્રમાણે છે -
૧૧ અંગ ગ્રંથો ૬ છેદસૂત્રો ૧૨ ઉપાંગ ગ્રંથો ૨ સૂત્રો ૧૦ પ્રકીર્ણગ્રંથો ૪ મૂળસૂત્રો ૩૩ +
૧૨= ૪૫ આગમો. શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાય ૩૨ આગમો માને છે. તે આ પ્રમાણે
૧૧ અંગગ્રંથો ૪ છેદસૂત્રો ૧૨ ઉપાંગ ગ્રંથો ૨ સૂત્રો
૩ મૂળસૂત્રો ૨૩ + ૯ = ૩૨ આગમો
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org