________________
આવશ્યક પ્રકરણ
૨૫
પછી અવશ્ય ઉપયોગ ચલિત થઈ જાય છે તે માટે ટાઈમ ૪૮ મિનિટ કહેલ છે.
પ્રશ્ન- [૫૯]-સામાયિક ક્યાં બેસીને કરી શકાય ?
ઉત્તર- સામાયિક કરવાની ભૂમિ શુદ્ધ - પવિત્ર – જ્ઞાનાદિગુણોના વાતાવરણવાળી, તથા સ્ત્રી પશુ પક્ષી આદિના સંસર્ગ વિનાની હોવી જોઈએ. આ જ કારણથી બની શકે ત્યાં સુધી ઉપાશ્રય આદિ સ્થાનમાં જ સામાયિક કરવું. જેથી મન ઘરમાં બનતી ઘટનાઓમાં જાય નહીં.
પ્રશ્ન-[૬૦]સામાયિકમાં સ્ત્રીઓ પુરુષને, અને પુરુષો સ્ત્રીઓને કેમ સ્પર્શતાં નથી? તથા મૂર્તિપૂજકમાં હાથમાં મુહપત્તી રાખે છે. અને સ્થાપનાચાર્યજી રાખે છે. અને સ્થાનકવાસી આદિમાં મોઢે મુહપત્તિી બાંધે છે અને સ્થાપનાચાર્યજી રાખતા નથી. તેનું કારણ શું?
ઉત્તર- પરસ્પર વિજાતીય હોવાથી વાસનાની ઉત્તેજનાનું કારણ બને તેટલા માટે સ્પર્શ કરતાં નથી. તથા બન્નેનો વાઉકાયની રક્ષા કરવાનો આશયમાત્ર છે. એકપક્ષ શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ થઈ શકે અને વાઉકાયની રક્ષા પણ થાય, તથા ભોંયરામાં રહેલા શ્રેણીકના પુત્રને જોવા ગયેલા ગૌતમ સ્વામિજીને રાણીએ કહેલું કે મહારાજ! મુખે મુહપતી બાંધો, દુર્ગધ સહન નહી થાય, એ પાઠના આધારે મુખે મુહપત્તી બાંધતા નથી. પરંતુ હાથમાં રાખે છે. જ્યારે બીજો પક્ષ મુખ આડો પાટો તે મુહપત્તી એવા શબ્દાર્થને લીધે મુખે બાંધે છે. વળી એકપક્ષ દૂર દૂર વિચરતા હયાત સીમંધરસ્વામીની સ્થાપના કહ્યું છે. જ્યારે બીજો પક્ષ આ ભગવાન્ દૂર દૂર હોવાથી દષ્ટિમીલન અશક્ય છે એમ માની પ્રત્યક્ષ કલ્પિત સ્થાપના કરે છે.
પ્રશ્ન- [૬૧] સામાયિકમાં શું કરવાનું?
ઉત્તર- મુખ્યત્વે સ્વાધ્યાય કરવાનો છે. આત્માનું ભાન થાય, સંસારનો રાગ ઓછો થાય, વૈરાગની વૃધ્ધિ થાય, મોક્ષની અભિલાષા તીવ્ર બને, એવાં સુંદર અધ્યાત્મ શાસ્ત્રો વાંચવાં, વંચાવવાં, ભણવા અને ભણાવવાં, કંઈ જ ન આવડે તો માલા ગણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org