________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
પ્રશ્ન- [૧૮] સર્વવિરતિ અને દેશવિરતિ એટલે શું ? તે ગ્રહણ કરનારને શું કહેવાય છે ? તેઓનું જીવન કેવું હોય છે ?
ઉત્તર- ધન - સ્ત્રી - પરિવાર - ઘર - મિલકત ઈત્યાદિ ભોગસુખોનો સંપૂર્ણ પણે ત્યાગ તે સર્વવિરતિ અને અંશથી ત્યાગ તે દેશવિરતિ. સર્વવિરતિ ગ્રહણ કરનાર પુરુષને સાધુ, સ્ત્રીને સાધ્વી અને દેશવિરતિ ગ્રહણ કરનાર પુરુષને શ્રાવક અને સ્ત્રીને શ્રાવિકા કહેવાય છે. સાધુ સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકાને સંઘ કહેવાય છે. (સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાયમાં દીક્ષિત સ્ત્રીવર્ગને મહાસતીજી કહેવાય છે)જૈન સાધુપણું સ્વીકારનાર સ્ત્રી અને પુરુષોના જીવનમાં મુખ્યત્વે પાંચ મહાવ્રત પાળવાનાં હોય છે.
તેઓ સદાકાળ મહાવ્રતોનું પાલન કરે છે. આરંભ - સમારંભ અલ્પ પણ સેવતા નથી. સચિત્તવસ્તુનો અને સ્ત્રી આદિનો સ્પર્શ પણ કરતા નથી. ધન - મિલકત કંઈ પણ રાખતા નથી. ગાડી, મોટર, પ્લેન કે અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરતા નથી. પગપાળા જ વિહાર કરે છે.
પ્રશ્ન- [૧૯]-સાધુ મહાત્માઓનાં પાંચ મહાવ્રતો ક્યાં ક્યાં? તેનો અર્થ શું ?
ઉત્તર- (૧) સર્વથા પ્રાણાતિપાત વિરમણવ્રત - જીવનમાં નાના-મોટા કોઈ પણ જીવની સર્વથા હિંસા ન કરવી છે. ત્રણ સ્થાવર એમ તમામ જીવોની હિંસાનો સંપૂર્ણપણે ત્યાગ.
(૨) સર્વથા મૃષાવાદ વિરમણવ્રત - જૂઠું બોલવાનો સંપૂર્ણપણે ત્યાગ, નાનું - મોટું કોઈ પણ જાતનું જૂઠું બોલવું નહીં. મશ્કરી કે મજાક કરવી નહિ.
(૩) સર્વથા અદત્તાદાન વિરમણ વ્રત :- ચોરી કરવાનો સર્વથા ત્યાગ, નાની-મોટી કોઈ પણ વસ્તુનો સ્વામીની રજા વિના સ્વીકાર કરવો નહી. અદત્તનો સર્વથાત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org