________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ઉત્તર- શ્રેણિક મહારાજાનો જીવ આવતી ચોવીસીમાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર ભગવાનું થશે. તેઓ હાલ પ્રથમ નરકમાં વર્તે છે. તથા આવતી ચોવીસીમાં કૃષ્ણમહારાજા, રાવણ, રેવતીશ્રાવિકા, તથા સુલસા શ્રાવિકા વિગેરે જીવો પણ તીર્થકર ભગવાન થવાના છે. (જુઓ પ્રશ્ન ૩૭૧)
પ્રશ્ન- [૧૫] શું આરાધના કરવાથી આ જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે ?
ઉત્તર- “મારી એવી શક્તિ ક્યારે આવે કે હું જગતના સર્વજીવોને ધર્મના રસિક બનાવું ?” આવી ઉમદા ભાવના ભાવવાથી આ જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. આવી ઉમદા ભાવના વીશ સ્થાનક પદોની આરાધનાથી આવે છે. તથા સંઘની વૈયાવચ્ચ, ક્રિયામાં અપ્રમાદ, સમ્યગ્દર્શનની વિશુદ્ધિ આદિ ૧૬ કારણોથી આ જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે.
પ્રશ્ન- [૧] વિશસ્થાનકનાં વશ પદો ક્યાં ક્યાં ? તેનાં નામો શું?
ઉત્તર- (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) પ્રવચન, (૪) આચાર્યગુરુ (૫) સ્થવિર, (૬) ઉપાધ્યાય, (૭) સાધુ, (૮) સમ્યજ્ઞાન, (૯) સમ્યગ્દર્શન, (૧૦) વિનય, (૧૧) આવશ્યક ક્રિયા, (૧૨) ચારિત્ર, (૧૩) ધ્યાન, (૧૪) તપ, (૧૫) દાન, (૧૬) વૈયાવચ્ચ, (૧૭) સંઘ, (૧૮) નવો અભ્યાસ, (૧૯) શ્રુતપ્રચાર (૨૦) અને શાસનપ્રભાવના.
પ્રશ્ન- [૧૭] તીર્થકર ભગવન્તો મુખ્યત્વે શેનો ઉપદેશ આપે છે?
ઉત્તર- પ્રથમ સર્વત્યાગ - સર્વવિરતિનો, સંસારનાં ભોગસુખો અસાર છે. એનો ત્યાગ જ આત્મહિતકારી છે. આવો ઉપદેશ આપ્યા પછી તે કરવાને જે અસમર્થ છે તેઓ માટે દેશવિરતિ દેશત્યાગનો ઉપદેશ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org