________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા અવસર્પિણી કાળના છ આરાનું વર્ણન અહીં આપેલ છે તેનાથી ઉત્સર્પિણીનું માપ ઊલટાક્રમે સમજવું.
આરાનું નામ કાળમાપ | આયુષ્યમાપ | શરીરમાપ (૧) સુષમા | ૪ કોડાકોડી | ૩ પલ્યોપમ | ૩ ગાઉ
સુષમા સાગરોપમ (૨) સુષમા ૩ કોડાકોડી | ૨ પલ્યોપમ || રગાઉ
સાગરોપમ (૩) સુષમા ૨ કોડાકોડી ૧ પલ્યોપમાં ૧ ગાઉ
દુષમા | સાગરોપમ (૪) દુષમા |૧ કોડાકોડીસાગ | પૂર્વક્રોડ વર્ષ | ૫૦૦ ધનુષ્ય
સુષમા |(૪૨૦૦૦ વર્ષ જૂન) [. (૫) દુષમા | ૨૧૦૦૦ વર્ષ, | ૧૩૦ વર્ષ | ૭ હાથ (૬) દુષમા | ૨૧૦૦૦ વર્ષ | ૨૦ વર્ષ | ર હાથ | દુષમા
પ્રશ્ન- [૧૩] ભરત - ઐરાવતમાં અત્યારે ક્યો આરો ચાલે છે ? કેટલાં વર્ષો બાકી છે ? અહીં તીર્થકર ભગવન્તો ક્યારે થશે ?
ઉત્તર-ભરત ઐરાવતમાં અત્યારે પાંચમો આરો ચાલે છે. તેનાં ફક્ત આસરે ૨૫૦૦ વર્ષો જ ગયાં છે. અને ૧૮૫૦૦ વર્ષો બાકી છે. ત્યારબાદ ૨૧૦૦૦ વર્ષનો છઠ્ઠો આરો, તથા ર૧૦૦૦ – ૨૧૦૦૦ વર્ષનો ઉત્સર્પિણીનો પહેલો બીજો આરો પસાર થયા પછી ઉત્સર્પિણીના ત્રીજા આરાનાં ૮૯ પખવાડિયાં ગયે છતે પહેલા તીર્થંકર પ્રભુનો જન્મ થશે.
પ્રશ્ન- [૧૪] -આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર ભગવાનું કોણ થશે? હાલ તે ક્યાં છે? તથા આવા તીર્થકર તરીકે જન્મનારા પ્રસિદ્ધ બીજા જીવો કયા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org