________________
૧૧૧
“અનેકાન્તવાદ” તો ક્ષણિક હોવાથી મરવાનો જ હતો તેમાં ખુનીનો દોષ શું ? તે તો નિમિત્ત છે જ નહીં ?
ઉત્તર- તેઓ સંતાનની કલ્પના કરીને ઉત્તર આપે છે કે જે સંતાનમાં અર્થાત્ વાસનામાં કાર્ય ઉત્પત્તિ-વિનાશ પામે છે તે સંતાનને આશ્રયી જગતના વ્યવહારો પ્રવર્તે છે. અત્તે તો દરેક દર્શનકારોને શબ્દાન્તરથી તો ઉત્પાદ-વ્યયની સાથે ધ્રુવતત્ત્વ માનવું જ પડે છે. ઉપાદાનની સાથે નિમિત્તનો સંયોગ અને સહકાર માનવો જ પડે છે. એક નયની સાથે બીજો નય સ્વીકારવો જ પડે છે. ફક્ત ગાઢ મિથ્યાત્વમોહના ઉદયથી એકાન્તવાતને વધારે વળગી રહે છે.
પ્રશ્ન- [૨૪] આ સર્વે દૃષ્ટિઓ શું બરાબર છે ?
ઉત્તર- જગતના પ્રત્યેક પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભયસ્વરૂપ વાળા છે. તેમાંથી ઉપરોકત નિર્નિમિત્તક ઉત્પત્તિ અને નિર્નિમિત્તક વિનાશ વાળી દૃષ્ટિ માત્ર પર્યાયાર્થિક નયની દૃષ્ટિ છે. એકાન્ત એકનયની દૃષ્ટિ છે. માટે બરાબર નથી.
પ્રશ્ન- [૨૫] દ્રવ્ય કેવું છે ?
ઉત્તર- સદા ત્રિકાળ ધ્રુવ રહેનારું છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિ વડે બનાવાયું નથી અને કદાપિ કોઈ વ્યક્તિ વડે વિનષ્ટ કરાવાનું નથી. ત્રિકાળસ્થાયી રહેનારૂં. દ્રવ્ય છે. પરંતુ પ્રતિસમયે પોતાના પર્યાયોમાં પરિણામ પામનારું છે. માટે પરિણામી નિત્ય છે.
પ્રશ્ન- [૨૯૬] જો સદાકાળ દ્રવ્ય રહેનારું છે. કોઈ તેનો કર્તાસંહર્તા નથી તો આ જગત બ્રહ્માએ સજર્યું છે ઇશ્વરકક જગત્ છે એવી માન્યતા કેટલાક દર્શનોની પ્રવર્તે છે તેનું શું ? તથા મહાદેવ સૃષ્ટિના સંહારક છે આવી માન્યતાનું શું ?
ઉત્તર- આ માન્યતા યથાર્થ નથી કારણ કે ઈશ્વરકર્તૃક જગત માનવામાં અનેક આપત્તિઓ છે જે પહેલાં કહેવાઈ છે છતાં તે આ પ્રમાણે છે(૧) ઈશ્વર સ્વતંત્ર હોવાથી સુખી દુઃખી એમ બે ભાવવાળું
જગત્ કેમ સજર્યું ? ઈશ્વર કરૂણાળુ હોવાથી માત્ર સુખી જ જગત કેમ ન સજર્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org