________________
૧૧૨
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
(૩) ઈશ્વર પરમાત્મા અને વીતરાગ હોવાથી આવી જગત્ સર્જનની લીલા તેઓને કેમ ઘટે ?
તે તે જીવોના કર્મો પ્રમાણે ઈશ્વરે સુખી દુ:ખી બનાવ્યા હોય તો ઈશ્વરે બનાવ્યા પહેલાં જીવો અને કર્મો કયાંથી આવ્યાં ? અને જો પહેલેથી જ જીવો અને તેઓનાં કર્મો હતાં તો તેમાં ઇશ્વરે બનાવ્યું શું ?
(૫) ઈશ્વરે કયા કયા પદાર્થોમાંથી જગત્ની રચના કરી ? અને તે તે પદાર્થો(કાચોમાલ) ઈશ્વરસર્જન વિના પ્રથમથી જ કેવી રીતે બન્યો ?
(૪)
(૬) ઈશ્વરને પોતાને કોણે બનાવ્યા ? અન્ય ઈશ્વરે બનાવ્યા માનો તો અનવસ્થા આવે. અને જો સ્વયં છે એમ માનો તો જગત્ પણ સ્વયં છે એમ માનવામાં શું દોષ ?
આ જ પ્રમાણે સંહરણ કર્તા ઈશ્વર માનવામાં પણ આવી જ અનેક આપત્તિઓ રહેલી છે માટે નિર્નિમિત્તકવાદ ઉચિત નથી.
પ્રશ્ન- [૨૯૭] દ્રવ્ય સદાકાળ ધ્રુવ રહેનારૂં છે તો એક જ સ્વરૂપમાં રહેનારૂં છે કે ફેરફાર-પરિવર્તન પૂર્વક રહેવા વાળું છે ?
ઉત્તર- એક જ સ્વરૂપમાં સ્થિર રહેનારૂં નથી. પ્રતિસમયે નવા નવા પરિવર્તનોમાં પરિણામ પામનારૂં પરિણામી દ્રવ્ય છે. જેમ કે જીવ દ્રવ્ય દેવ-નારકાદિ પર્યાયરૂપે, એક ભવમાં બાલ્ય-યુવાવસ્થા રૂપે, અને એક અવસ્થામાં પણ પ્રતિસમયે સૂક્ષ્મ સૂક્ષ્મ પર્યાયોથી પરિવર્તનવાળું છે. ઘટ-પટાદિ અજીવ દ્રવ્યો પણ પ્રતિસમયે પુદ્ગલોના પુરણ-ગલન થવા રૂપે નવા જાના રૂપે હાનિ-વૃદ્ધિ થતાં પરિણામ પામનારૂ દ્રવ્ય છે. પ્રશ્ન- [૨૯૮] આવું પરિણામી નિત્ય દ્રવ્ય છે. એમ જૈનદર્શનકાર કહે છે તો ઈતરદર્શનકારો આ બાબતમાં શું સમજાવે છે ?
ઉત્તર- ન્યાય વૈશેષિક અને સાંખ્ય આ ત્રણ દર્શનકારો દ્રવ્યને પરિણામી નિત્યને બદલે ફુટસ્થ નિત્ય કહે છે. કોઇ પણ દ્રવ્ય પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org