________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
પ્રશ્ન- [૨૯૦] શ્વેતાંબર સંપ્રદાયમાં મુખ્ય મુખ્ય ગ્રંથો કયા કયા છે ?
૧૧૦
ઉત્તર- સમ્મતિતર્ક, વિશેષાવશ્યકમહાભાષ્ય, તત્ત્વાર્થસૂત્ર, પ્રમાણનય તત્ત્વલોકાલંકાર. કમ્મપયડિ, ધર્મપરીક્ષા, ધર્મ સંગ્રહણી, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિન્દુ, અનેકાન્તજયપતાકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મમત પરીક્ષા, અન્યયોગવ્યવરછેદિકા ઇત્યાદિ.
પ્રશ્ન- [૨૯૧] જૈનદર્શન વિના અન્યદર્શન શાસ્ત્રોમાં કોઈ દર્શન નિમિત્ત વિના કાર્યની ઉત્પત્તિ શું માને છે ?
ઉત્તર- હા, બૌદ્ધદર્શન પણ આ જ પ્રમાણે માને છે કે દરેક દ્રવ્યો પ્રતિસમયે સ્વતઃ જ ઉત્પત્તિ અને વિનાશશીલ છે. અર્થાત્ ક્ષણ માત્રવર્તી છે. ક્ષણિક છે. વિના નિમિત્તે કાર્યની ઉત્પત્તિ છે અને વિના નિમિત્તે કાર્યનો વિનાશ છે.
પ્રશ્ન- [૨૯૨] કાર્યની ઉત્પત્તિની ચર્ચા દિગંબર-શ્વેતાંબર આશ્રયી જાણી પરંતુ કાર્યનો વિનાશ નિમિત્ત વિના કેમ હોઈ શકે ? ઘડા ઉપર પત્થર પડે તો ઘટ ફૂટતો દેખાય છે. માટે નિમિત્ત વિના વિનાશ થાય છે એ બૌદ્ધદર્શનનું કહેવું કેમ ઘટે ?
ઉત્તર- તેઓનું કહેવું એવું છે કે જે કાર્ય (જે પર્યાય) જ્યારે પ્રગટ થાય છે ત્યારથી જ ક્ષણિકપણે જ ઉત્પન્ન થાય છે. માટે ક્ષણ પૂર્ણ થતાં જ ક્ષણિક હોવાથી જ નિમિત્ત ન મળે તો પણ વિનાશ પામે જ છે. જો ઉત્પન્ન થયેલા કાર્યને અક્ષણિક ઉત્પન્ન થયો છે એમ માનીએ તો અક્ષણિકસ્વભાવ હોવાથી ગમે તેવા પત્થર આદિ વિનાશક નિમિત્તો આવે તો પણ તે ઘટ વિનાશ પામવો જ ન જોઇએ. કારણ કે અક્ષણિકસ્વભાવવાળો છે. અને સદાકાળ તે ઘટ રહેવો જોઇએ પરંતુ સદાકાળ તો તે ઘટ દેખાતો જ નથી તેથી ક્ષણિક જ ઉત્પન્ન થાય છે તેથી નિર્નિમિત્તક જ દ્વિતીયક્ષણે ઘટ વિનાશ પામે છે.
પ્રશ્ન- [૨૯૩] જો આ રીતે નિર્મિમિત્તક ઉત્પત્તિ અને નિર્નિમિત્તક જ વિનાશ જગતમાં હોય તો જગતની વ્યવસ્થા તેઓના મતે કેમ ઘટે ? કારણ કે જે એક માણસે બીજા માણસનું ખુન કર્યું તે ખુન કરનાર પણ ક્ષણિક હોવાથી બદલાઇ જાય છે. અને મરનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org