________________
“અનેકાન્તવાદ’
૧૦૯
હોય છે તેમાં જ કાર્ય પ્રગટ થાય છે. તે તિરોભૂત યોગ્યતાને જ નિમિત્તોનો યોગ આવિર્ભૂત કરે છે સમુચ્ચિતશક્તિરૂપે કરે છે. પરંતુ જે ઉપાદાનમાં કાર્યની યોગ્યતા તિરોભૂત પણ હોતી નથી તેને નિમિત્તનો યોગ આવિર્ભૂત કરી શકતો નથી કોયડું મગમાં અને અભવ્યમાં તિરોભૂત પણ કાર્યની યોગ્યતા નથી માટે પ્રગટ થતી નથી.
વળી જો નિમિત્ત વિના ઉપાદાનમાત્રથી જ કાર્ય સિધ્ધિ થતી હોય તો સીઝી શકે તેવા મગ પણ અગ્નિના સંયોગ વિના સીઝવા જોઇએ. માટે આ જગત સિધ્ધ ન્યાય છે કે કાર્ય ઉપાદાનમાં જ પ્રગટ થાય છે ઉપાદાન કારણ પોતે જ કાર્ય રૂપે પરિણામ પામે છે. પરંતુ તે કાર્ય થવામાં નિમિત્ત મદદગાર છે સહાયક છે. બન્નેના સંયોગથી કાર્યની પ્રગટતા થાય છે.
પ્રશ્ન- [૨૮૮] આ ચર્ચામાં દિગંબર-શ્વેતાંબર સંપ્રદાયમાં શુ કંઈ અર્થ ભેદ છે ?
ઉત્તર- હા, ઉપરોકત ચર્ચામાં બન્ને સંપ્રદાયોનાં દૃષ્ટિબિન્દુ જુદાં છે. દિગંબર સંપ્રદાયનું એમ માનવું છે કે ઉપાદાન કારણ માત્ર જ કાર્ય કરે છે. નિમિત્ત કંઈ જ કરતું નથી. અકિંચિત્કર છે. ફકત ઉપાદાનમાંથી કાર્ય થતું હોય છે ત્યારે નિમિત્ત હાજર જ હોય છે. નિશ્ચયનય એ જ સત્ય છે. વ્યવહારનય એ મિથ્યા છે ઈત્યાદિ. શ્વેતાંબર સંપ્રદાયનું એમ માનવું છે કે ઉપાદાન અને નિમિત્ત આ બન્ને કારણોના સંયોગથી કાર્ય થાય છે. ઉપાદાન કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે. પરંતુ નિમિત્ત તેમાં સહાય કરતું સહકારી કારણ છે. પરંતુ સર્વથા અર્કિંચિત્કર નથી. નિશ્ચયનય પણ સાપેક્ષ હોય તો જ સત્ય છે. વ્યવહારથી નિરપેક્ષ હોય તો મિથ્યા છે. તેવી જ રીતે વ્યવહારનય પણ ઈતરનયથી સાપેક્ષ હોય તો સત્ય જ છે. અન્યથા મિથ્યા છે ઈત્યાદિ.
પ્રશ્ન- [૨૮૯] દિગંબર સંપ્રદાયમાં મુખ્ય મુખ્ય ગ્રંથો કયા કયા છે ?
ઉત્તર- સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, ઈષ્ટોપદેશ, પડખંડાગમ, કર્મપ્રામૃત, ધવલા, મહા ધવલા, રાજવાર્તિક ગોમ્મટસાર, પરીક્ષામુખ, તત્ત્વાર્થશ્લોકવાર્તિક, પ્રમેય કમલ માર્તડ, અષ્ટશતી, અષ્ટસહસ્ત્રી વિગેરે ગ્રંથો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org