________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
૧૦૮
પાણી માટીને પીગાળે છે એકનો એક અગ્નિ ઘાસને બાળે છે પરંતુ પત્થરને બાળતો નથી. એકનો એક અગ્નિ અનાજને પકવે છે. પરંતુ કોયડુએ પકવતો નથી. એકનો એક પવન કોડીયાના દીવાને બુઝવી શકે છે. પરંતુ ઘરમાં લાગેલી આગને બુઝવી શકતો નથી. તેમ ભીત્તિગતચિત્ર સંત વૈરાગી મુનિમાં પ્રબળ ઉપાદાન હોવાથી વાસના કરી શકતું નથી તે જ ચિત્ર અન્યમાં વાસના કરે જ છે. માટે આ ચર્ચા સાપેક્ષપણે સમજવી જોઇએ એકાન્તે માનવી વ્યાજબી નથી.
પ્રશ્ન- [૨૮૫] શાસ્ત્રોમાં વારંવાર વ્યવહારનયને મિથ્યા જ કહેવામાં આવ્યો છે તેને સત્ય કેમ કહેવાય ?
ઉત્તર- શાસ્ત્રોમાં વારંવાર વ્યવહારનયને જે મિથ્યા કહેવામાં આવ્યો છે તે નિશ્ચયનયથી નિરપેક્ષ હોય તો જ મિથ્યા છે સર્વથા મિથ્યા નથી તથા જેમ નિશ્ચયનયથી નિરપેક્ષ વ્યવહાર મિથ્યા છે તેવી જ રીતે વ્યવહારનયથી નિરપેક્ષ નિશ્ચયદૃષ્ટિ પણ એકાન્તવાદ હોવાથી મિથ્યા જ બને છે.
પ્રશ્ન- [૨૮૬] નિમિત્ત કારણને તો સમયસાર-પ્રવચનસાર આદિ શાસ્ત્રોમાં અનિશ્વિર કહેલાં છે માટે તે પરદ્રવ્ય હોવાથી કંઈ જ કરતાં નથી.
ઉત્તર- ઉપાદાન કારણ પોતે કાર્યરૂપે જેમ પરિણામ પામે છે. તેમ નિમિત્તકારણ પોતે કાર્યરૂપે પરિણામ પામતું નથી, ઉપાદાનને કાર્યરૂપ પરિણમાવીને દૂર થઈ જાય છે માટે કાર્ય રૂપે પરિણામ પામવામાં ઞિિષર્ છે. એમ જાણવું. પરંતુ ઉપાદાનમાંથી પ્રગટ થતા કાર્યને પ્રગટ કરવામાં તે કંઈ પણ સહાય કરતું નથી માટે અકિંચિત્કર છે. એમ અર્થ ન જાણવો.
પ્રશ્ન- [૨૮૭] જો નિમિત્ત કારણના સંયોગથી ઉપાદાનમાં કાર્ય પ્રગટ થતુ હોય તો અગ્નિના સંયોગે કોયડુ મગ કેમ સીઝતા નથી ? તીર્થંકરાદિ મહાત્મા પુરુષની વાણી સાંભળવા છતાં અભવ્યો સમ્યાદિ કેમ પામતા નથી ?
ઉત્તર- જે ઉપાદાનમાં ઓઘશક્તિથી કાર્યની યોગ્યતા તિરોભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org