________________
આવશ્યક પ્રકરણ
પ્રશ્ન[૮૫] આ છ આવશ્યકો મૂળ કયા સૂત્રમાં આવે છે ?
ઉત્તર- તીર્થંકર ભગવન્તો આદિ મહાત્મા પુરુષો જ્યારે જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારે ત્યારે ઉચ્ચરાવાતા કરેમિ ભંતે સૂત્રમાં જ આ છ આવશ્યકોનું વર્ણન છે. તેના અર્થને સમજાવવા માટે શ્રી સુધર્માસ્વામિજીએ “આવશ્યકસૂત્ર” બનાવ્યું છે. તેનો અર્થ યથાર્થ સમજાવવા માટે ચૌદપૂર્વધર એવા શ્રી ભદ્રબાહુસ્વામીજીએ “આવશ્યકનિર્યુક્તિ” નામનો ગ્રંથ બનાવ્યો છે, જે પ્રાકૃત ભાષામાં ગાથા છન્દ રૂપે છે. તે આવશ્યકનિયુક્તિમાં છયે આવશ્યકોનું વર્ણન છે. તેમાં સૌથી પ્રથમ “સામાયિકાવશ્યક”નું વર્ણન છે. તે અતિશય દુર્ગમ અને ચતુર્વિધ શ્રી સંઘને અતિશય જરૂરિયાતવાળું છે, માટે તે સામાયિકાવશ્યકની નિર્યુક્તિ ઉપર શ્રી જિનભદ્ર ગણિક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકમહાભાષ્ય બનાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org