SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ’’ III III માં છે, પ્રશ્ન- [૬] તીર્થકર ભગવન્તોની વાણીમાં આ છ આવશ્યક ઉપરાંત બીજો ઉપદેશ કયા વિષયનો હોય છે ? ઉત્તર- જીવ-અજીવ-પુણ્ય-પાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા અને મોક્ષ એમ કુલ ૯ તત્ત્વોનો પણ ઉપદેશ ભગવાન આપે પ્રશ્ન- [૭] જીવ એટલે શું ? તેનું સ્વરૂપ શું ? ઉત્તર- ચૈતન્યગુણ = ચેતનાગુણ જેમાં હોય તે જીવ કહેવાય છે. અસંખ્યાતા પ્રદેશોનો બનેલો આ આત્મા છે. તે શરીરવ્યાપી છે. પોતાના કર્મોનો કર્તા-ભોક્તા છે. પ્રતિસમયે પરિણામી છે. દ્રવ્યસ્વરૂપે નિત્ય છે. જ્ઞાનાદિ અનંતગુણોનો સ્વામી છે. કર્મોથી ગુણો અવરાયેલા છે. કર્મોના ક્ષયથી સર્વગુણોનો આવિર્ભાવ થતાં મુક્તિ પામનાર છે. પ્રશ્ન- [૯૮ી કેટલાક દર્શનકારો આત્માને સર્વવ્યાપી માને છે ? અને જૈન દર્શનકારો શરીરવ્યાપી માને છે. તો તેમાં કઈ વાત યુક્તિસંગત છે ? અને કેવી રીતે ? - ઉત્તર- જે દ્રવ્યના ગુણો જ્યાં દેખાય છે તે દ્રવ્ય ત્યાં જ અનુભવાય છે. જેમ કે ઘટના ગુણો ઘટ હોય ત્યાં જ જોવાય છે. તે જ રીતે આત્માના ગુણો જ્ઞાનાદિ જ્યાં શરીર હોય ત્યાં જ જોવાય છે. શરીર બહાર જો આત્મા માનીએ તો જલ-અગ્નિનો સંયોગ થવાથી શીતળતા અને દાહ થવા જોઈએ. વળી જો સર્વવ્યાપી હોય તો મૃત્યુ પામીને પરભવમાં જવાનું રહેતું જ નથી. કારણ કે આત્મા તો સર્વત્ર છે જ તો પછી ગતિ કરવાની રહેતી જ નથી. માટે સર્વવ્યાપીની વાત યુક્તિસંગત નથી. પ્રશ્ન- [૯] આત્માને શરીરવ્યાપી માનીએ તો શું આખા શરીરમાં વ્યાપ્ત છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy