________________
ર
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
શ્રાવકને ધનની દરિદ્રતા હતી તે દ્રવ્યપાપ હતું. પરંતુ ભાવપાપ ન હતું. અને ધવળ શેઠને સુખસામગ્રી હોવાથી દ્રવ્યપાપ ન હતું પરંતુ શ્રીપાળ પ્રત્યે દ્વેષ હતો, ધનની લોલુપતા હતી તે ભાવપાપ હતું. પ્રશ્ન- [૧૫૯] આશ્રવ એટલે શું ? તેના ભેદો કેટલા ? અને
કયા કયા ?
ઉત્તર- જેમ નાવડીમાં પડેલા કાણા વડે નાવમાં પાણી આવે તેમ આ જીવમાં મિથ્યાત્ત્વ-અવિરતિ આદિ વડે કર્મોનું જે આવવું તે આશ્રવ. તેના ૪૨ ભેદો આ પ્રમાણે છે.
(૫) ઇન્દ્રિયો, (૪) કષાયો, (૫) અવ્રતો, (૩) યોગો, અને (૨૫) ક્રિયાઓ એમ કુલ ૪૨ ભેદો છે.
પ્રશ્ન- [૧૯૦] પાંચ ઇન્દ્રિયો કઇ કઇ ? તેને આશ્રવ કેમ કહેવાય છે ?
ઉત્તર- આત્મા જેના વડે ઓળખાય, જણાય, તેને ઇન્દ્રિય કહેવાય છે. આ શરીરમાં આવી પાંચ ઇન્દ્રિયો છે તે દરેક વડે એકેક વિષય જણાય છે.
(૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી) વડે સ્પર્શ જણાય છે. (૨) રસનેન્દ્રિય (જીભ) વડે રસ જણાય છે. (૩) ધ્રાણેન્દ્રિય (નાક) વડે ગંધ જણાય છે. (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ) વડે રૂપ જણાય છે. (૫) શ્રોત્રેન્દ્રિય (કાન) વડે શબ્દ જણાય છે.
આ પાંચ ઇન્દ્રિયો આ વિષયોને જાણે તે આશ્રવ નથી તે તો
જ્ઞાન છે. પરંતુ તે તે વિષયોને જાણતાં જે હર્ષ-અને શોક, રાગ અને દ્વેષ થાય છે તે આશ્રવ છે તે કારણથી પાંચ ઇન્દ્રિયોને પણ આશ્રવ કહેલ છે.
પ્રશ્ન- [૧૯૧] ચાર કષાયો કયા કયા ? તેનું સ્વરૂપ શું ? ઉત્તર- ક્રોધ-માન-માયા-અને લોભ-તેના પણ તીવ્ર-મંદતા પ્રમાણે અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય, અને સંજ્વલન એમ ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org