________________
“નવતત્ત્વ પ્રકરણ”
ચાર ભેદો હોવાથી ૧૬ ભેદો પણ થાય છે. આ કષાયો સંસારને વધારનારા, પાપકર્મને બંધાવનારા છે માટે આશ્રવ કહેવાય છે.
પ્રશ્ન- [૧૬૨] પાંચ અવ્રત એટલે શું? અને તે કયા કયા ? - ઉત્તર- હિંસા-જુઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ આ પાંચ અવ્રત છે તેનાથી પણ રાગ-દ્વેષ દ્વારા આ જીવમાં કર્મ આવે છે માટે તે પાંચ અવ્રતને આશ્રવ કહેવાય છે.
પ્રશ્ન- [૧૬૩] ત્રણ યોગ એટલે શું ? તેનું સ્વરૂપ શું ?
ઉત્તર- યોગ એટલે પ્રવૃત્તિ, હલન-ચલન, યુજનક્રિયા, તેના ત્રણ ભેદો છે. મનની પ્રવૃત્તિ તે મનોયોગ, વચનની પ્રવૃત્તિ તે વચનયોગ, અને કાયાની પ્રવૃત્તિ તે કાયયોગ , આ પ્રવૃત્તિથી પણ કર્મ આવે છે.
પ્રશ્ન- [૧૬૪] પચીસ ક્રિયાઓ કઈ કઈ ? તે ક્રિયાઓને આશ્રવ કેમ કહેવાય ? ઉત્તર- (૧) શરીરને જયણા વિના કામકાજમાં પ્રવર્તાવવું તે
• કાયિકી ક્રિયા. (૨) તલવાર, ભાલાં, છરી, બંદૂક વિગેરે શસ્ત્રો કરવાં,
કરાવવાં, વેચવા, ખરીદવાં, તેઓનું સમારકામ કરવું
તે અધિકરણિકી ક્રિયા. (૩) જીવ-અજીવ ઉપર દ્વેષ કરવો તે પ્રાષિકી ક્રિયા. (૪) બીજા જીવને ત્રાસ આપવો, ડરાવવું તે પારિતાપનિકી
ક્રિયા. . ઈત્યાદિ ૨૫ ક્રિયા નવતત્ત્વમાંથી જાણી લેવી. આ ક્રિયાઓ કરતાં જીવોની હિંસા-જીવોને દુઃખ થાય છે. માટે પાપનું કારણ હોવાથી તે ક્રિયાઓને આશ્રવ કહેવાય છે.
પ્રશ્ન- [૧૯૫] સંવર એટલે શું ? તેના ભેદો કેટલા? અને કયા કયા ?
ઉત્તર-આવતાં કર્મો જેના વડે રોકાય, કર્મોને રોકવાનું જે સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org