________________
“અનેકાન્તવાદ”
નય અને તેનાથી થતા અભ્યાસને જ્ઞાન માને તે નિશ્ચયનય ઇત્યાદિ. પ્રશ્ન- [૨૪૦] જ્ઞાનનય અને ક્રિયાનય એવા શબ્દો પણ આવે છે તેનો અર્થ શું ?
ઉત્તર- જ્ઞાનની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે જ્ઞાનનય. અને ક્રિયાની પ્રધાનતા વાળી જે દૃષ્ટિ તે ક્રિયાનય. એક આત્મા વસ્તુની અસારતાને જાણી સમજી વૈરાગી બની તેનો ત્યાગ કરે તે જ્ઞાનનય, અને એક આત્મા વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના પરંપરાની રૂઢિમાત્રથી વસ્તુનો ત્યાગ કરે સામાયિકાદિ ક્રિયા કરે તે ક્રિયાનય.
પ્રશ્ન- [૨૪૧] આ બધા નયોમાં સુનય કયો ? અને દુર્રય
કર્યો ?
ઉત્તર- જ્યારે જે નય લગાવવાથી આત્મહિત થાય, આત્માનું કલ્યાણ થાય, ત્યારે ત્યાં તે નય સુનય જાણવો. અને જ્યારે જે નય લગાડવાથી આત્માનું અહિત-અકલ્યાણ થાય ત્યારે ત્યાં તે દુર્નય સમજવો. જેમ કે જ્ઞાન રસિક જીવને ક્રિયામાર્ગ સમજાવવો, અને ક્રિયારસિક જીવને જ્ઞાનમાર્ગ સમજાવવો તે સુનય. અને જ્ઞાન રસિક જીવને જ્ઞાનમાર્ગ જ સમજાવવો તથા ક્રિયારસિક જીવને ક્રિયાનો જ માર્ગ સમજાવવો તે એકાન્તવાદની વૃધ્ધિ કરનાર હોવાથી દુર્નય કહેવાય છે. પ્રશ્ન- [૨૪૨] તત્ત્વાર્થ સૂત્રમાં “ પ્રમાળનવૈધિનમઃ” સૂત્ર આવે છે. તેમાં નયની સાથે પ્રમાળ શબ્દ લખ્યો છે. તે પ્રમાણ શબ્દનો અર્થ શું ?
ઉત્તર- વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ જેનાથી જણાય તે પ્રમાણ, નયો એ પ્રમાણના એક અંશરૂપ છે. નયો વસ્તુના અંશને જણાવનાર છે તથા પ્રમાણ વસ્તુનુ ચારે બાજુથી પૂર્ણ સ્વરૂપ સમજાવનાર છે. પ્રમાણ એ વૃક્ષ છે અને નયો તેની શાખા-પ્રશાખા છે.
પ્રશ્ન- [૨૪૩] પ્રમાણના ભેદો કેટલા ? અને કયા કયા ? ઉત્તર- પ્રમાણના મુખ્યત્વે ૨ ભેદો છે. (૧) પ્રત્યક્ષ (૨) પરોક્ષ. પ્રશ્ન- [૨૪૪] તે બન્ને ભેદોના અર્થ શું ? તથા તેના પેટાભેદો
કેટલા ?
Jain Education International
૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org