________________
૯૪
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
ઉત્તર- (૧) બાહ્ય ધૂમાદિ નિમિત્ત વિના અથવા ઇન્દ્રિયોની મદદ વિના આત્મા સ્વયં સાક્ષાત્ વસ્તુને જે જાણી શકે તે પ્રત્યક્ષ. તેના ૨ ભેદ છે.
(૨) ઇન્દ્રિયોની મદદથી આત્મા પદાર્થને જે જાણી શકે તે પરોક્ષ. પરોક્ષ પ્રમાણના પાંચ ભેદો છે. પ્રશ્ન- [૨૪૫] પ્રત્યક્ષ પ્રમાણના ૨ ભેદો કયા કયા ? અને તેનો અર્થ શું ?
ઉત્તર- પ્રત્યક્ષ પ્રમાણના ૨ ભેદો છે. (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (૨) પારમાર્થિક પ્રત્યક્ષ. જ્યાં આત્માને સાક્ષાત્ બોધ નથી. ઇન્દ્રિયોની મદદ છે. પરંતુ ઇન્દ્રિયોથી સાક્ષાત વસ્તુ જણાય છે. ઇન્દ્રિયો વિના બીજા બાહ્યનિમિત્ત રૂપ કોઇનો સહારો જેમાં લેવો પડતો નથી તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ. તેમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન આવે છે.
જેમાં ઇન્દ્રિયોનો પણ સહારો લેવો પડતો નથી. આત્મા પોતે જ સાક્ષાત્ જાણે છે તે પારમાર્થિક પ્રત્યક્ષ. તેમાં અવધિ-મન:પર્યવ. અને કેવળજ્ઞાનનો સમાવેશ થાય છે.
પ્રશ્ન- [૨૪૬] સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષના પેટાભેદો છે !
ઉત્તર- હા, તેના પણ પેટાભેદો છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં મતિજ્ઞાનના ૨/૨૮/૩૩૬- અને ૩૪૦ ભેદો છે. અને શ્રુત જ્ઞાનના ૨/૧૪ ભેદો છે.
પારમાર્થિક પ્રત્યક્ષના ૨ ભેદ છે વિક્લ અને સક્સ. વિક્લમાં અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન આવે છે અને સક્લુમાં કેવળજ્ઞાન આવે છે. જ્યાં મર્યાદિત વિષય જણાય તે વિકલ અને જ્યાં પૂર્ણ વિષય જણાય તે સકલ.
પ્રશ્ન- [૨૪૭] પરોક્ષ પ્રમાણના પાંચ ભેદો કયા કયા ? ઉત્તર- (૧) સ્મૃતિ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તર્ક, (૪) અનુમાન, (૫) આગમ.
પ્રશ્ન- [૨૪૮] આ પાંચે ભેદોનો સંક્ષેપમાં અર્થ શું ? ઉત્તર- (૧) ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ યાદ કરવી તે સ્મૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org