________________
“અનેકાન્તવાદ”
૯૫
(૨) ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ નજર સમક્ષ ફરીથી અનુભવાતી હોય, ત્યારે તે આ જ છે એમ જાણવું તે પ્રત્યભિજ્ઞાન.
(૩) આ હેતુ હોતે છતે આ સાધ્ય હોય જ એવો સાહચર્યનો નિયમ તે તર્ક,
(૪) પક્ષમાં હેતુ હોવાથી સાધ્યની જે કલ્પના કરવી તે અનુમાન.
(૫) જ્ઞાની મહાત્માઓએ કહેલાં જે શાસ્ત્રો તે આગમ. પ્રશ્ન- [૨૪૯] પ્રમાણ-નય ઉપરાંત નિક્ષેપ શબ્દ આવે છે તેનો અર્થ શું ?
ઉત્તર- નિક્ષેપ એટલે વસ્તુનો જાદી ાદી રીતે બોધ કરવો તે. વસ્તુને બારીકાઇથી સમજવા માટેના પાડેલા પ્રકારો. તેના ચાર ભેદો
છે.
પ્રશ્ન- [૨૫૦] નિક્ષેપાના ચાર ભેદો કયા કયા ? અને એનો અર્થ શું ?
ઉત્તર- (૧) નામ, (૨) સ્થાપના, (૩) દ્રવ્ય, (૪) ભાવ, એમ નિક્ષેપાના ચાર પ્રકારો છે. તેના અર્થો આ પ્રમાણે છે.
Jain Education International
(૧) વસ્તુને ઓળખવા માટે પાડેલું તેનું નામ તે નામનિક્ષેપ. જેમ કે ગાયનું ગાય, કુતરાનું કુતરો, એવું જે નામ તે.
(૨) વસ્તુનો આકારવિશેષ તે સ્થાપના. જેમ કે ગાયનો ગાયપણે જે આકાર, કુતરાનો કુતરાપણે જે આકાર. (૩) વસ્તુમાં રહેલો મૂળ પદાર્થ તે દ્રવ્ય, અથવા આગળ
પાછળલી જે અવસ્થા તે દ્રવ્ય, જેમ કે ગાયનો અને કુતરાનો આત્મા અથવા તેનો પૂર્વભવ અને પુનર્ભવ. (૪) વસ્તુમાં રહેલા જે ગુણ-ધર્મો તે ભાવ. અથવા વર્તમાન પર્યાય વાળી જે અવસ્થા તે ભાવ. જેમ કે ગાયના અને કુતરાના આત્મામાં ગાયપણું અને કુતરાપણું તે ભાવનિક્ષેપ.
For Private & Personal Use Only
www.jainelibrary.org