SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક પ્રકરણ ૩૫ પ્રશ્ન- [૮૫] આ દશ પ્રકારના અધ્યા પચ્ચખાણોના અર્થો ઉત્તર- (૧) નવકારશી = સૂર્યોદય પછી ૪૮ મિનિટે, એક સ્થાને બેસીને ત્રણ નવકાર ગણીને જે પળાય તે નવકારશી. (૨) પોરિસી = પુરુષના શરીર પ્રમાણ સૂર્યની છાયા થાય, ત્યારે જે પળાય અર્થાત સૂર્યોદય પછી લગભગ ત્રણ કલાકથી અધિક કાળ પછી જે પળાય તે પોરિસી. (૨) સાઢપોરિસી = પુરુષના શરીરની ઊંચાઈ કરતાં અર્ધી છાયા શરીરની પડે ત્યારે એટલે કે સૂર્યોદયથી લગભગ ૪૩૦ સાડા ચાર કલાક પછી પળાય તે સાઢપોરિસી. (૩) પુરિમઢ = બરાબર અર્ધ દિવસ થાય ત્યારે પળાય અર્થાત્ સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના સમયનો અર્ધભાગ ગયા પછી જે પળાય તે પુરિમઢ. (૩) અવઢ = દિવસના ત્રણ ભાગી ગયા પછી અને ચોથો ભાગ બાકી રહે ત્યારે જે પળાય તે અવઢ. (૪) એકાશન = દિવસમાં ફક્ત એક જ વાર ભોજન કરવું તથા એક જ સ્થાને બેસીને ભોજન કરવું તે. (૪) બેઆશન = દિવસમાં એક જ સ્થાને બેસીને ફક્ત બે વાર જ ભોજન કરવું તે. (૫) એકલઠાણું = દિવસમાં એક જ વાર ભોજન કરવું અને ભોજન કરતી વખતે હાથ અને મુખ સિવાય બીજા કોઈ પણ અંગો ચલાવવાં નહીં. એકદમ સ્થિર રાખવાં. (૬) આયંબીલ = દિવસમાં એક જ વાર ભોજન કરવું, અને તેમાં પણ વિગઈઓ અને વિકારોનો મૂળથી ત્યાગ કરવો તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001191
Book TitleJain Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Principle, & Q000
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy