________________
૩૬
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
વિભોગવતાં બાર વાય છે. તેથી
(૭) ઉપવાસ = દિવસ તથા રાત્રિમાં સંપૂર્ણપણે આહારનો
ત્યાગ કરવો, ફક્ત દિવસમાં કદાચ જરૂરિયાત
પડે તો પાણી માત્ર જ પીવું તે ઉપવાસ. (૮) દિવસચરિમ = દિવસનો થોડો ટાઈમ બાકી રહે
ત્યારે આહારનો તથા શકય બને તો પાણીનો પણ - ત્યાગ કરવો તે. (૯) અભિગ્રહ = મનમાં કોઈ પણ પ્રકારના નિયમો
ધારવા તે. (૧૦)વિગઈ = પ્રતિદિન એક-બે વિગઈઓનો ત્યાગ
કરવો તે. પ્રશ્ન- [૮] પચ્ચકખાણોમાં આહાર-પાણીનો ત્યાગ કરાવવાની શી જરૂર ? પુણ્યથી પ્રાપ્ત થયેલું છે, તો શા માટે ન ભોગવવું?
ઉત્તર- ભોગવવા માટે પ્રાપ્ત થયું નથી, પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. વળી ભોગવતાં અનેક પ્રકારના રાગ-દ્વેષ અને કલેશો વધે છે. મનમાં આર્તધ્યાન રૌદ્રધ્યાન વધે છે. તેથી નવો કર્મબંધ થતાં સંસાર વધે છે. માટે મળવું તે પુણ્યોદય છે, પરંતુ ભોગવવું તે પાપ બંધાવનાર હોવાથી અને મોહનો હેતુ હોવાથી પાપોદય છે.
પ્રશ્ન- [૮૭] દેહ એ પણ ધર્મનું સાધન છે. તો આહાર પાણીનો ત્યાગ કરીને સાધનભૂત દેહને ઓગાળવાથી શું ફાયદો? દેહને બરાબર સાચવવો જોઈએ ને ?
ઉત્તર- દેહ એ ધર્મનું સાધન અવશ્ય છે. પરંતુ જેઓ મોહના વિજયી નથી તેઓને ભોગનું અને પાપનું પણ સાધન છે. માટે ઘણી જ સાવચેતીપૂર્વક જ ચાલવાનું હોય છે. વિષયવિકારો અને વાસનાઓ ન વધે માટે ઉતારવું પણ જરૂરી છે અને ધર્મસાધન હોવાથી શક્તિ કરતાં વધારે ઉતારવું પણ જરૂરી નથી.
પ્રશ્ન[૮૮] જૈનદર્શનમાં પચ્ચકખાણો ઉપર આટલો બધો ભાર કેમ મૂકયો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org