________________
આવશ્યક પ્રકરણ
૩૭
ઉત્તર- પરિમિત અને નિર્વિકારી ભોજનથી ચિત્ત પ્રસન્ન રહે, મનમાં કામાદિની વાસના ન જન્મે, ચિત્ત સ્થિર રહે, આરોગ્ય સારું રહે, સ્વાધ્યાય સારો થાય, રત્નત્રયી સારી રીતે આરાધી શકાય. ઇત્યાદિ ગુણવૃધ્ધિ અને દોષહાનિના કારણે પચ્ચકખાણો ઉપર ભાર આપવામાં આવેલ છે.
પ્રશ્ન- [૪૯] પચ્ચકખાણોમાં ત્યજવાલાયક આહાર કેટલા પ્રકારનો ? અને કયો કયો ? તથા તેનો અર્થ શું ?
ઉત્તર- આહારના મુખ્ય ચાર પ્રકાર છે, (૧) અશન, (૨) પાન, (૩) ખાદિમ, (૪) સ્વાદિમ, તેનો અર્થ આ પ્રમાણે(૧) અશન જે આહાર ભોજનસ્વરૂપ છે. જેનો આહાર
કરવાથી ઉદરપૂર્તિ થાય, સુધા ન રહે, પરિપૂર્ણ સંતોષ થાય તે. પાન -જે પીવાય, પીણા રૂપ હોય તે. ખાદિમ - જે આહાર અલ્પાહાર રૂપ હોય, જેના ભોજનથી ઉદરપૂર્તિ ન થાય, ક્ષુધા પૂર્ણપણે વિનષ્ટ
ન થાય, તથા પરિપૂર્ણપણે સંતોષ ન થાય તે. (૪) સ્વાદિમ- - જે ભોજન બાદ સ્વાદ પૂરતું જ લેવાય તે.
પ્રશ્ન- [૯૦] આયંબીલાદિ પચ્ચકખાણોમાં ત્યાગ કરાતી વિગઈઓ કઈ કઈ છે ? તથા વિગઈ શબ્દનો અર્થ શું ?
ઉત્તર- વિગઈ એટલે શરીરમાં જે વિકાર કરે, વાસના ઉત્પન્ન કરે. વાસનાને ઉત્તેજિત કરે તે વિગઈ, અથવા વિગતિમાં = તુચ્છ એવી નરકાદિ ગતિમાં લઈ જાય તે વિગઈ.
વિગઈના મુખ્ય બે ભેદો છે. મહાવિગઈ અને લઘુવિગઈ મહાવિગઈના ૪ અને લઘુ વિગઈના ૬ ભેદો છે.
પ્રશ્ન- [૧] મહાવિગઈ અને લઘુવિગઈ એટલે શું ?
ઉત્તર- જે અતિશય વિકારક છે. જેમાં તે તે વર્ણવાળા અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. તથા જે વિગઈનું સેવન તુચ્છ-અસાર અને નિન્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org