________________
૧૦૨
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
વૈમાનિક, ભવનપતિ નિકાયના દેવોના અસુકુમારાદિ ૧૦ ભેદો છે, તે દરેકમાં બે બે ઇન્દ્રો હોવાથી ૧૦૪૨=૨૦ ઇંદ્રો ભવનપતિમાં છે. તથા વ્યંતર અને વાણવ્યંતરના આઠ-આઠ એમ સોળ ભેદો છે. તેના બે બે ઇન્દ્રો હોવાથી ૧૬૪૨–૩૨ ઇન્દ્રો વ્યંતરનિકાયના છે. તથા જ્યોતિષદેવમાં ચંદ્ર-સૂર્ય એમ બે ઇન્દ્રો છે. વૈમાનિક દેવોમાં બાર દેવલોક છે તેમાં આઠ દેવલોકનો એકેક ઇન્દ્ર છે. પરંતુ નવમા-દસમા દેવલોકનો એક ઇન્દ્ર અને અગ્યારમા-બારમા દેવલોકનો એક ઇન્દ્ર એમ કુલ ૧૦ ઇન્દ્રો વૈમાનિક નિકાયના છે. આ પ્રમાણે ભવનપતિના ૨૦, વ્યંતરના ૩૨, જ્યોતિષના ૨, અને વૈમાનિકના ૧૦ મળીને કુલ ૬૪ ઇન્દ્રો કહેવાય છે.
પ્રશ્ન- [૨૭૩] પ્રભુની પુજા એ નિમિત્ત છે. ઉપાદાન અને નિમિત્તમાં બળવાન કોણ ?
ઉત્તર- કયારેક ઉપાદાન બળવાન છે અને ક્યારેક નિમિત્ત બળવાન છે. જ્યાં સુધી ઉપાદાનમાં ફળ પ્રાપ્તિની યોગ્યતા વિકસી નથી ત્યાં સુધી નિમિત્ત બળવાન છે. અને જ્યારે ઉપાદાનમાં યોગ્યતા વિકસેલી બને છે ત્યારે નિમિત્ત ગૌણ છે અને ઉપાદાન બળવાન્ છે.
પ્રશ્ન- [૨૭૪] ઉપાદાન અને નિમિત્ત એટલે શું ? તે દૃષ્ટાન્ત સાથે સમજાવો ?
ઉત્તર- ફળ સ્વરૂપે જે પરિણામ પામે, જેમાં કાર્ય નિપજે તે ઉપાદાન.
કાર્ય નિપજવામાં જે મદદગાર બને સહાયક બને તે નિમિત્ત. જેમ ઘડો બનાવવામાં માટી એ ઉપાદાન છે. કારણકે માટી જ ઘટસ્વરૂપે પરિણામ પામે છે. અને તેમાં મદદગાર થનાર દંડ-ચક્ર કુલાલ આદિ સામગ્રી નિમિત્ત છે. તે જ પ્રમાણે આત્મકલ્યાણ કરવામાં આત્મા એ ઉપાદાન છે. અને દેવ-ગુરુ-શાસ્ત્ર-આદિ નિમિત્ત છે.
પ્રશ્ન- [૨૭૫] કાર્યની સિદ્ધિ ઉપાદાનથી થાય ? કે નિમિત્તથી
થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org