________________
“અનેકાન્તવાદ”
૧૦૧ આલંબનત્રિક-દર્શનાદિ ધર્મક્રિયા કરતાં પ્રભુની પ્રતિમામાં સૂત્રમાં અને અર્થમાં એકલીન થવું. આ ત્રણનું આલંબન લેવું. (૧૦) મુદ્રાવિકપ્રભુજીનાં દર્શન કરતાં શરીરની ત્રણ પ્રકારની મુદ્રા-રચના(આકૃત્તિ) સાચવવવાની છે બે હાથની યોગમુદ્રા, બે પગની જિન મુદ્રા, અને જયવીયરાયાદિ સૂત્રો બોલતાં મુકતાસુક્તિમુદ્રા.
પ્રશ્ન- [૨૭૦] ભગવાનના મંદિરમાં પ્રવેશતાં ૧૦ આશાતનાઓ ત્યજવાની કહી છે. તે ૧૦ આશાતનાઓ કઈ ? અને તેનો અર્થ શું ? ઉત્તર- (૧) તંબોલભોજન-મુખવાસ-પાન ખાવું-બીડી પીવી.
(૨) પાનભોજન-પાણી પીવું (૩) ભોજન-અશનાદિ આહાર દ્વારા ભોજન કરવું. (૪) ઉપાનહ-જોડાં-ચંપલ-બુટ પહેરીને જવું. (૫) મૈથુન-સંસારક્રીડા કરવી. કુચેષ્ટા કરવી. (૬) શયન-સુંવુ, શયન કરવું, આડા પડવું, આળોટવું (૭) નિષ્ઠાપન-થુંકવું, નાકની લીટ નાખવી. (૮) મુત્ર કરણ- બાથરૂમ કરવું, મુત્ર કરવું. (૯) ઉચ્ચારકરણ-સંડાસ જવું, ટોયલેટ જવું (૧૦) ઘુતકરણ-જુગાર રમવો,
આ દશ આશાતના ત્યજવી જોઇએ. પ્રશ્ન- [૨૭૧] સ્નાત્રપૂજા જે ભણાવવામાં આવે છે તેનો અર્થ શું ?
ઉત્તર- ભગવાનનો જ્યારે જ્યારે જન્મ થયો ત્યારે દેવ-દેવીઓ અને તેઓના ઇન્દ્રોએ આવી ભગવાનને મેરૂપર્વત ઉપર લઈ જઈ જન્માભિષેક કર્યો. પ્રભુને વિવિધ-સ્વચ્છ જળથી નવરાવ્યા. તેનું અનુકરણવર્ણન-આ પૂજામાં છે. જાણે આપણે મેરૂપર્વતની ઉપર દેવ-દેવીઓની જેમ જન્માભિષેક કરતા હોઇએ એવો તેમાં ભાવ છે.
* પ્રશ્ન- [૨૭૨] સ્નાત્રપૂજામાં ૬૪ ઇકોનું વર્ણન આવે છે તે કેવી રીતે ?
ઉત્તર- દેવોના ચાર પ્રકાર છે. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ-અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org