________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
૧૦૦
અંગપૂજા, જેમ કે જળપૂજા-ચંદનપૂજા-અને પુષ્પપૂજા. જે પૂજા ભગવાનની સામે ઉભા ઉભા કરાય તે અગ્રપૂજા. જેમ કે ધૂપપૂજા-દીપકપૂજા-અક્ષતનૈવેદ્ય અને ફળપૂજા. તથા જે પૂજામાં ફકત ભાવના વિશેષ જ હોય પુદ્ગલની કોઈ પણ વસ્તુથી પૂજા કરવાની ન હોય તે ભાવપૂજા. જેમ કે ચૈત્યવંદન.
પ્રશ્ન- [૨૬૬] આવા પ્રકારનાં બીજાં ત્રિકો કયાં કયાં ? ઉત્તર- (૬) ત્રિદિસિનિરીક્ષણવિરમણ-ત્રણે દિશામાં જોવાનો ત્યાગ. પ્રભુજીનાં દર્શન-વંદન અને પૂજન કરતાં પ્રભુની સામે જ દૃષ્ટિ રાખવી. જમણી-ડાબી-અને પાછળ એમ શેષ ત્રણ દિશામાં જોવું નહીં. (૭) અવસ્થાત્રિક-પિંડસ્થ-પદસ્થ-અને રૂપાતીત એમ ભગવાનની ત્રણ પ્રકારની અવસ્થાઓ ભાવવી.
પ્રશ્ન- [૨૬૭] આ ત્રણ અવસ્થાઓનો અર્થ શું ? અને તેના પેટા ભેદો કયા કયા ?
ઉત્તર- (૧) ભગવાનના જન્મથી કેવળજ્ઞાન પામે ત્યાં સુધીની ભગવાનની અવસ્થા વિચારવી તે પ્રથમ પિંડસ્થ અવસ્થા કહેવાય છે. તેના ત્રણ ભેદો છે. (૧) જન્માવસ્થા, (૨) રાજ્યાવસ્થા, (૩) દીક્ષાવસ્થા. પ્રભુની પ્રતિમાની ચોતરફ રહેલા પરિકરમાં કળશ લઇને ઉભેલા દેવોને જોઇને ભગવાનની જન્માવસ્થા વિચા૨વી. તથા ભગવાનના પરિકરમાં ફૂલની માળા લઇને ઉભેલા દેવ-દેવીને જોઈને અથવા અંગરચના જોઈને ભગવાનની રાજ્યાવસ્થા વિચારવી. તથા માથા ઉપર મુંડન દેખીને ભગવાનની દીક્ષાવસ્થા વિચારવી.
પ્રશ્ન- [૨૬૮] પદસ્થ અને રૂપાતીત અવસ્થાનો અર્થ શું ? ઉત્તર- ભગવાનની કેવળી અવસ્થા વિચારવી. સમવસરણ-છત્રચામર આદિ અતિશયો તથા વીતરાગાવસ્થા વાળી મુખમુદ્રા જોઇને કેવલી પણાના પદની વિચારણા કરવી તે પદસ્થાવસ્થા. અને પર્યંકાસન વાળી પગની મુદ્રા જોઇને સિધ્ધાવસ્થા વિચારવી તે રૂપાતીતાવસ્થા. પ્રશ્ન- [૨૬૯] બીજાં ૮-૯-૧૦ ત્રિક કયાં કયાં ? ઉત્તર- પ્રણિધાનત્રિક-મન-વચન અને કાયા આ ત્રણ પ્રણિધાન કહેવાય છે. તેની એકાગ્રતા-સ્થિરતા-તન્મયતા તે પ્રણિધાનત્રિક (૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org