________________
“અનેકાન્તવાદ’
ઉત્તર- શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર સંપ્રદાય મૂર્તિ-મંદિર અને પૂજા ભાવવૃદ્ધિનો હેતુ છે એમ સમજી અલ્પહિંસા હોવા છતાં સ્વીકારે છે. અને સ્થાનકવાસી તથા તેરાપંથી સંપ્રદાય હિંસાને મુખ્ય કરીને મૂર્તિ-મંદિરના વ્યવહારને સ્વીકારતા નથી.
પ્રશ્ન- [૨૬૨] જૈન મંદિરમાં દર્શનાર્થે જઇએ ત્યારે શું વિધિ સાચવવાની ?
.
ઉત્તર- અનંત ઉપકારી પરમાત્મા વીતરાગ દેવના દર્શનાર્થે મંદિરમાં જઇએ છીએ એટલે શુધ્ધવસ્ત્રો પહેરી, પરિપૂર્ણ પોષાક પહેરી, મંદિરે જવું. મંદિરમાં પ્રવેશ કરતાં જ પ્રભુની સામે મસ્તક નમાવતાં “નિસીહિ’ શબ્દ બોલવો, નિસીહિ એટલે નિષેધ. અર્થાત્ સંસાર સંબંધી તમામ વાતોનો ત્યાગ. આવી ત્રણ નિસીહિ બોલવાની છે. તેમાં આ પ્રથમ નિસીહી છે.
૯૯
પ્રશ્ન- [૨૬૩] બીજી-ત્રીજી નિસીહિ કયાં કહેવી ? અને તેનો અર્થ શું ?
ઉત્તર- ભગવાનના ગભારામાં પ્રવેશ કરતાં બીજી નિસીહિ બોલવાની. તેનો અર્થ હવે દેરાસરની વાતચીતનો પણ ત્યાગ કરૂં છું. અને ત્રીજી નિસીહિ પૂજા કર્યા બાદ ચૈત્યવંદન કરતાં પહેલાં બોલવાની છે. તેનો અર્થ દ્રવ્યપૂજાનો ત્યાગ, માત્ર ભાવપૂજામાં જ લીન થવાનું છે.
પ્રશ્ન- [૨૬૪] આ ત્રણ નિસીહિની જેમ બીજી કોઇ વિધિ સાચવવા જેવી છે ?
ઉત્તર- ત્રણ નિસીહિને નિસીહિત્રિક કહેવાય છે. તેવાં કુલ ૧૦ ત્રિકો સાચવવાનાં હોય છે. દા. ત., (૨) પ્રદક્ષિણાત્રિક-પ્રભુને ત્રણ વખત ભગવાનની જમણી બાજુથી પ્રદક્ષિણા આપવી તે. (૩) પ્રણામત્રિક ત્રણ વખત પ્રણામ (નમસ્કાર) કરવા તે. (૪) પ્રમાર્જના ત્રિક-ખેસ આદિથી પગ મુકવાની ભૂમિને ત્રણ વખત પૂંજવી. (૫) પૂજાત્રિકત્રણ પ્રકારની પૂજા કરવી તે અંગપૂજા-અગ્રપૂજા-અને ભાવપૂજા. પ્રશ્ન- [૨૬૫] અંગપૂજા-અગ્રપૂજા-અને ભાવપૂજા આ ત્રણમાં તફાવત શું ?
ઉત્તર- જે પ્રજામાં ભગવાનની મૂર્તિના અંગનો સ્પર્શ થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org