________________
“અનેકાન્તવાદ
૧૦૩ ઉત્તર- બન્નેના સહયોગથી થાય છે. ઉપાદાનમાં કાર્યસિદ્ધિની યોગ્યતા રહેલી છે. અને તેને પ્રગટ કરવામાં નિમિત્ત સહાયક બને છે. જેમ બીજમાં અંકુર ઉત્પાદનની શક્તિ રહેલી છે અને ઈલા-(પૃથ્વી)અનિલ(પવન) તથા જલ(પાણી) વડે તે શક્તિ પ્રગટ થાય છે. તેની જેમ આત્મામાં આત્મકલ્યાણની યોગ્યતા શક્તિ રહેલી છે. અને દેવગુરુ-ધર્મ તથા શાસ્ત્રાદિની નિમિત્તતા તે શકિતને વિકસિત કરે છે પ્રગટ
પ્રશ્ન- [૨૭૬] ઉપાદાનમાં રહેલી કાર્યસિધ્ધિની યોગ્યતાના પેટભેદો છે ?
ઉત્તર- હા, ઉપાદાનમાં રહેલી કાર્યસિધ્ધિની યોગ્યતાના ૨ ભેદો છે. (૧) ઓઘ શક્તિ, અને (૨) સમુચ્ચિતશક્તિ. જ્યારે ઉપાદાનમાંથી કાર્ય ઘણા લાંબા કાળે પ્રગટ થવાનું હોય, ત્યારે તે ઉપાદાનને ઓઘ શક્તિ કહેવાય છે. જેમ તૃણમાં ઘી થવાની જે શક્તિ તે ઓઘ શક્તિ. અને જ્યારે ઉપાદાનમાંથી કાર્ય તુરત જ પ્રગટ થવાનું હોય ત્યારે તે ઉપાદાનને સમુચ્ચિત શક્તિ કહેવાય છે. જેમ કે દુધમાં રહેલી ઘીની શક્તિ તે સમુચ્ચિત શક્તિ.
સારાંશ કે કાર્ય નિકટ હોય ત્યાં સમુચ્ચિતશકિત અને કાર્ય પૂરતર હોય ત્યાં ઓઘ શક્તિ જાણવી. અચરમાવર્તમાં આત્મા હોય ત્યારે ધર્મની ઓઘ શક્તિ. અને ચરમાવર્તમાં આત્મા હોય ત્યારે ધર્મની સમુચ્ચિત શક્તિ કહેવાય છે.
પ્રશ્ન- [૨૭૭] ઓઘ શક્તિ અને સમુચ્ચિતશક્તિમાં સતત ધ્રુવ રહેલા દ્રવ્ય સામાન્યને શું કહેવાય છે ?
ઉત્તર--ઉર્ધ્વતાસામાન્ય કહેવાય છે. કોઈ પણ એક દ્રવ્યના કાળ ક્રમે થતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં આ દ્રવ્ય તે જ છે આ દ્રવ્ય તે જ છે એવી દ્રવ્યની જે સામાન્ય શક્તિ તે ઉર્ધ્વતા સામાન્ય છે. તેના જ ઓઘ શક્તિ અને સમુચ્ચિતશક્તિ એવા બે ભેદ છે. .
પ્રશ્ન- [૨૭૮] ઉર્ધ્વતાસામાન્યમાં ઓઘ શક્તિથી સમુચ્ચિતશક્તિ લાવવામાં શું નિમિત્તનો કોઈ ઉપકાર છે કે નહીં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org