________________
નવતત્વ પ્રકરણ”
પ્રશ્ન- [૧૦૫] બેઇન્દ્રિયાદિ જીવો હાલ-ચાલે છે માટે તેમાં જીવ છે એમ સમજી શકાય છે, પરંતુ પાંચ સ્થાવરમાં જીવ છે એમ કેવી રીતે સમજી શકાય ?
ઉત્તર- જીવને જીવન જીવવામાં મુખ્યત્વે આહાર - પાણી – પ્રકાશ અને હવાની આવશ્યકતા હોય છે. વનસ્પતિકાયમાં ખાતર-પાણી-પ્રકાશ અને હવા યોગ્ય સમયે મળે તો જ પલ્લવિત થાય છે. નહીં તો કરમાઈ જાય છે માટે જીવ છે. અગ્નિકાયમાં પણ ઇંધણ-તેલ-ઘાસલેટ વિગેરે મળે, યોગ્ય પવન મળે તો જ જીવે છે. નહીં તો બુઝાઈ જાય છે માટે જીવ છે. વાયુકાય પરની સહાય વિના સ્વતંત્ર ગમનાગમન કરે છે માટે જીવ છે. અકાયમાં શીતળયોનિથી ઉત્પત્તિ થાય છે માટે જીવ છે અને પૃથ્વીકાયમાં પથ્થરાદિમાં વૃદ્ધિ અને હાનિ દેખાય છે માટે જીવ છે. અહીં પાણી પોતે જ જીવ છે. તે અપૂકાય છે. તેના આધારે જીવનારા પોરા વિગેરે બેઈન્દ્રિય જીવો છે.
પ્રશ્ન- [૧૦૬] જીવોમાં જે પાંચ ઇન્દ્રિયો છે તે કઈ કઈ? ઈન્દ્રિય શબ્દનો અર્થ શું ? કઈ કઈ ઇન્દ્રિયોથી શું શું જાણી શકાય ?
ઉત્તર- ઈન્દ્ર એટલે આત્મા, તેને ઓળખવાની જે નિશાની તે ઈન્દ્રિય, આત્મામાં ચેતના છે જડમાં ચેતના નથી, તેથી વિષય જાણવાનું જે સાધન તે ઇન્દ્રિય. મૃત્યુ સમયે જીવ છે કે નથી ? તે આ ઈન્દ્રિયોથી જ નિશ્ચિત થાય છે. શરીરમાં આવી કુલ પાંચ ઈન્દ્રિયો છે. તેનાથી અનુક્રમે પાંચ વિષયો જાણી શકાય છે :
(૧) સ્પર્શનેન્દ્રિય (ચામડી), તેનાથી સ્પર્શ જાણી શકાય છે. (૨) રસનેન્દ્રિય (જીભ), તેનાથી રસ જાણી શકાય છે. (૩) ઘ્રાણેન્દ્રિય (નાક), તેનાથી ગંધ જાણી શકાય છે. (૪) ચક્ષુરિન્દ્રિય (આંખ), તેનાથી રૂપ જોઈ શકાય છે. (૫) શ્રોત્રેન્દ્રિય (કાન), તેનાથી શબ્દ સાંભળી શકાય છે. પ્રશ્ન- [૧૦૭] આ પાંચ વિના બીજી કોઈ ઇન્દ્રિયો છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org