________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
ધર્માસ્તિકાયાદિ અન્ય દ્રવ્યો નથી, તેથી અપેક્ષા કારણના અભાવે અલોકમાં ગતિ થતી નથી.
૪૨
સંસારી જીવો ચૌદે રાજલોકમાં પથરાયેલા છે. સૂક્ષ્મ નિગોદ જીવો લોકાકાશમાં સર્વત્ર વ્યાપક છે. બાદરાદિ જીવો લોકના અમુક ભાગમાં છે. નારકી નીચેના સાત રાજમાં છે. દેવો ઉપરના સાત રાજમાં છે. તિર્યંચ-મનુષ્યો મધ્યભાગમાં રહે છે. મોક્ષમાં ગયેલા જીવો મોક્ષમાં સાદિ અનંતકાળ વસે છે. સંસારી જીવો સંસારમાં અનાદિ કાળથી વસે છે પરંતુ કોઈ અનંતકાળ રહે છે અને કોઈ સાન્ત કાળ પણ રહે છે. કેટલાક જીવો કર્મ ખપાવી અન્ને મોક્ષે જાય છે.
પ્રશ્ન- [૧૦૪] જીવોના પેટા ભેદો કયા કયા ?
ઉત્તર- મુક્ત જીવો જ્ઞાનાદિ ગુણોની અપેક્ષાએ સમાન હોવાથી ભેદો નથી. પરંતુ મુક્તિપ્રાપ્તિના પૂર્વભવને આશ્રયી ૧૫ ભેદો છે. જિનસિધ્ધ, અજિનસિધ્ધ, તીર્થંકરસિધ્ધ, અતીર્થંકરસિધ્ધ વિગેરે. અને સંસારી જીવોના ત્રસ-સ્થાવર એમ બે ભેદો છે.
સ્થાવર = સુખદુઃખના સંજોગોમાં ઇચ્છા મુજબ હાલી - ચાલી ન શકે તે.
ત્રસ =સુખદુ:ખના સંજોગોમાં ઇચ્છા મુજબ હાલે ચાલે તે. સ્થાવરના પાંચ ભેદો છે
---
(૧) પૃથ્વીકાય જીવો, (૩) તેકાય = અગ્નિના જીવો, (૪) વાયુકાય (૫) વનસ્પતિકાય = ઝાડ-પાન-ફૂલ-ફળ-વિગેરેના જીવો. ત્રસના મુખ્યત્વે ચાર ભેદો છે.
=
Jain Education International
માટીના જીવો, (૨) અકાય
-
(૧) બેન્દ્રિય, (૨) તેઇન્દ્રિય, (૩) ચઉરિન્દ્રિય, (૪) પંચેન્દ્રિય, પંચેન્દ્રિયના ચાર ભેદો છે.
(૧) દેવો, (૨) નારકી, (૩) તિર્યંચો, (૪) મનુષ્યો
આ પ્રમાણે ઘણા ભેદો તથા તેના ઘણા પ્રતિભેદો પણ છે. જે જીવવિચાર આદિ અન્યગ્રંથોથી જાણી લેવા.
For Private & Personal Use Only
= પાણીના
= પવનના જીવો,
www.jainelibrary.org