________________
૧૨૭
અનેકાન્તવાદ ઘટ નથી. તેવો સંબંધ દેહ અને આત્માનો નથી. પરંતુ લોહ અને અગ્નિ જેમ ઓતપ્રોત છે. એકમેક છે. એકરૂપ છે. તેમ દેહ અને આત્મા વણાયેલા છે. એકમેક છે. અભિન્ન છે તેથી આત્મા દેહથી અભિન્ન પણ છે. એટલે કે દ્રવ્યથી ભિન્ન છે. અને એકમેકરૂપે અભિન્ન પણ છે. સર્વથા ભિન્ન નથી. તેથી દેહ આહાર-નીહાર-વિહારાદિ જે જે કાર્યો કરે છે તે તે સર્વે દેહ દ્વારા આત્મા જ કરે છે. જડ કંઈ કરી શકતું નથી. માટે જીવ જ કર્મોનો કર્તા-ભોક્તા છે. દેહ પ્રત્યેની મમતા દૂર કરવા માટે જણાવાયું છે કે તે આત્મા ! તું દેહથી ભિન્ન દ્રવ્ય છે. અને દેહ અહીં રહેવાનું છે તારે પરભવમાં જવાનું છે. તેથી હું તેની મમતા ન કર. એમ સમજાવવા માટે દેહાતીત લખ્યું છે. પરંતુ આત્મા દેહથી એકાન્ત ભિન્ન નથી. ભિન્નભિન્ન છે. તેથી જીવ કર્મોનો કર્તાભોક્તા છે.
પ્રશ્ન- [૩૪૩] કર્મોના બંધનો કર્તા-ભોક્તા જો આત્મા છે તો તે સ્વભાવ સદા આત્મામાં કેમ રહેતો નથી? મોક્ષે જતાં કર્તુત્વ અને ભોકતૃત્વ કેમ ચાલ્યું જાય છે ?
ઉત્તર- -કર્મોનું કર્તુત્વ અને ભોકતૃત્વ એ જીવના જ્ઞાનાદિ ગુણોની જેમ સહજ સ્વભાવ નથી. પરંતુ પૂર્વબધ્ધ કર્મોના ઉદયથી વૈભાવિક સ્વભાવ છે. જે કર્મોદય હોય ત્યાં સુધી હોય છે. કર્મોદય ટળી જવાથી ચાલ્યા જાય છે.
પ્રશ્ન- [૩૪૪] કર્મોને બાંધવાના ઉપાયો શું? અને તોડવાના ઉપાયો શું?
ઉત્તર- કર્મોને બાંધવાના ઉપાયો (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય, અને (૪) યોગ એમ ૪ છે. તત્વાર્થસૂત્રમાં કષાયથી પ્રમાદને જાદો વિવક્ષીને પાંચ પણ કહ્યા છે.
" તથા કર્મને તોડવાના ઉપાયો જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને વીર્ય એમ ૪ જાણવા, કોઈ સ્થાને તપ એ વીર્યમાં અંતર્ગત હોવા છતાં વિવફાવશથી ભિન્ન કલ્પીને તપ સાથે પાંચ પણ કહ્યા છે. જેને પંચાચાર કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org