________________
૧૨૮
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા પ્રશ્ન- [૩૪૫] આ બંધહેતુ અને લયહેતુમાં પ્રાપ્તિનો કોઈ ક્રમ છે ?
ઉત્તર- હા, એકેક ગુણની પ્રાપ્તિ થતી જાય છે તેમ તેમ એકેક દોષ નષ્ટ થતો જાય છે અને જેમ જેમ એકેક દોષ નષ્ટ થતો જાય છે તેમ તેમ એકેક ગુણની પ્રાપ્તિ થતી જાય છે. જેમ કે
(૧) જ્ઞાનની પ્રાપ્તિથી- (૨) મિથ્યાત્વનો નાશ. (૩) મિથ્યાત્વના નાશથી- (૪) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ. (૫) સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી. (૬) અવિરતિનો નાશ. (૭) અવિરતિના નાશથી (૮) આરિત્રધર્મની પ્રાપ્તિ. (૯) ચારિત્રની પ્રાપ્તિથી (૧૦) કષાયોનો નાશ. (૧૧) કષાયોના નાશથી (૧૨) અનંતવીર્યની પ્રાપ્તિ. (૧૩) અનંતવીર્યની પ્રાપ્તિથી. (૧૪) યોગનો નાશ.
(૧) જ્ઞાનથી મિથ્યાત્વનાશ. (૨) દર્શનથી અવિરતિનાશ. (૩) ચારિત્રથી કષાયનાશ.
(૪) વીર્યથી યોગનાશ. પ્રશ્ન- [૩૪] જ્ઞાનાદિ ગુણો વડે પૂર્વબધ્ધ કર્મો શું તોડી શકાય ? અને જો તોડી શકાય તો “ગવરયમેવ દિ મોવતવ્ય કૃત * ગુમાશુમ” આ વાક્યનું શું ?
ઉત્તર- જ્ઞાનાદિ ગુણો વડે કર્મો તોડી પણ શકાય છે. અને છતાં ઉપરોકત વાક્ય પણ સાચું છે. કારણ કે કર્મોનો ઉદય બે પ્રકારનો છે. (૧) રસોદય અને (૨) પ્રદેશોદય.
આ આત્માએ જે કર્મો જેવા રસવાળાં બાંધ્યાં છે. તે કર્મોને જ્ઞાનાદિગુણો વડે રસધાત કરી લગભગ રસહીન કરાય છે. કર્મોની તાકાત તન તોડી નાખવામાં આવે છે. તે પ્રક્રિયાને “કર્મો તોડયા” એમ કહેવાય છે. અને પ્રાયઃ રસ વિનાનાં થયેલાં તે કર્મોને માત્ર પ્રદેશરૂપે જ ભોગવી લેવામાં આવે છે. તેને પ્રદેશોદય કહેવાય છે. તે પ્રદેશોદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org