________________
૧૨૯
અનેકાન્તવાદ થી સર્વે કર્મો ભોગવવાં જ પડે છે.
રસોદયની અપેક્ષાએ કર્મોનો વિનાશ થઈ શકે છે. પ્રદેશોદયની અપેક્ષાએ સર્વે કર્મો ભોગવવાં જ પડે છે.
પ્રશ્ન- [૩૪૭] પ્રદેશોદયથી ભોગવાતાં કર્મો શું સ્વાવાર્યગુણનો ધાત ન કરે ?
- ઉત્તર- ના, કડવી દવા પતાસાની વચ્ચે નાખીને લેવાથી તે દવાની કડવાશ જેમ અનુભવાતી નથી. તેમ તીવ્રકર્મ રસઘાતથી મંદ થવાથી સ્વાવાર્યગુણનો ઘાત કરવા માટે તે અસમર્થ બને છે. . પ્રશ્ન- [૩૪૮] કયા કયા કર્મોનો ઉદય કેવો કેવો હોય ?
ઉત્તર- (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અચક્ષુદર્શનાવરણ, (૪ થી ૮) પાંચ અંતરાય આ આઠ કર્મોનો ઉદય સર્વે જીવોને સદાકાળ ક્ષયોપશમ ભાવથી યુક્ત જ હોય છે.
(૧) અવધિજ્ઞાનાવરણ, (૨) અવધિદર્શનાવરણ, (૩) મનઃ પર્યવજ્ઞાનાવરણ અને ચક્ષુ દર્શનાવરણ આ ચાર કર્મોનો ઉદય ક્યારેક ક્ષયોપશમથી યુક્ત હોય છે અને ક્યારેક જેવું બાંધ્યું હોય તેવું જ રસવાળું ઉદયમાં ધ્યેય છે. તેને શુધ્ધ ઔદયિકભાવ કહેવાય છે.
(૧) કેવલજ્ઞાનાવરણીય, (૨) કેવલદર્શનાવરણીય, અને (૩થી૭) પાંચ નિદ્રા એમ સાત પ્રકૃતિઓ સર્વધાતી હોવાથી સદાકાળ ક્ષયોપશમ વિનાનો શુધ્ધ ઔદયિક ભાવ જ હોય છે. કેવળ રસોદય જ હોય છે.
મોહનીયકર્મમાં મિથ્યાત્વમોહનીય અને પ્રથમના ૧૨ કષાયો સર્વધાતી હોવાથી રસોદયકાળે સ્વાવાર્યગુણના ધાતક છે. પ્રદેશોદયકાળે ગુણના ધાતક નથી. અને સંજવલન તથા નવ નોકષાય દેશઘાતી હોવાથી રસોદય કાળે સ્વાવાર્યગુણના ધાતક નથી. પરંતુ સ્વાવાર્યગુણમાં દોષોના ઉત્પાદક છે.
પ્રશ્ન- [૩૪૯] જ્ઞાનાદિ ૪ ગુણો કર્મોને તોડવાના જેમ ઉપાય છે તેમ બીજા કોઈ ઉપાયો કર્મોને તોડવાના શાસ્ત્રોમાં શું બતાવ્યા
છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org