________________
૧૩)
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા - ઉત્તર- હા, આ જ ચાર ગુણોના વિસ્તારરૂપે ૧૧ ગુણશ્રેણીઓ બતાવેલી છે. તે એકેક ગુણશ્રેણી ઓછા-ઓછા કાળમાં અધિક-અધિક કર્મોના ક્ષયને કરનારી છે.
(જાઓ તત્વાર્થ સૂત્ર ૯-૪૭ તથા પાંચમોકર્મગ્રંથ)
પ્રશ્ન- [૩૫૦] નિર્વાણ પામેલો સર્વકર્મરહિત થયેલો આત્મા શરીર અને કર્મ વિનાનો હોવાથી મનુષ્યલોકથી લોકાન્તસુધી સાત રાજ ગતિ કેવી રીતે કરતો હશે ? (તૈજસ-કાશ્મણ તો છે જ નહીં)
ઉત્તર- (૧) પૂર્વપ્રયોગ, (૨) અસંગતા, (૩) બંધવિચ્છેદ અને (૪) તથા પ્રકારનો ઉર્ધ્વગતિસ્વભાવ એમ ચાર પ્રકારના કારણોથી આ જીવ ઉર્ધ્વગતિ કરે છે. - (૧) જેમ હીંચોળો પૂર્વપ્રયોગથી પગ લઈ લેવા છતાં પણ થોડો ટાઈમ ચાલે છે. ઘટ બનાવવામાં વપરાતું ચક્ર દંડ લઈ લેવા છતાં પૂર્વપ્રયોગથી ચાલે છે. ઘંટમાં લોલક ઉપરનો હાથ લઈ લેવા છતાં થોડો ટાઈમ પૂર્વપ્રયોગથી અવાજ આવે છે તેમ આ આત્મા અનાદિ
કાળથી ગતિશીલ હોવાથી કર્મરહિત હોવા છતાં પણ સાત રાજ ઉર્ધ્વગતિ કરે છે. માટીના સંગવાળો ઘડો માટીના ભારથી પાણીમાં ડૂબી જાય છે પરંતુ પાણીના સતત સંયોગથી જેમ જેમ માટી પીગળતી જાય છે અને માટીનો સંગ જેમ જેમ દૂર થતો જાય છે તેમ તેમ તે ઘટ આપોઆપ ઉપર આવે છે. તેમ કર્મનો સંગ દૂર થવાથી આ આત્મા ઉર્ધ્વગતિ કરે
એરંડાના કોચલાનું બંધન તૂટી જવાથી જેમ એરંડો ઉછળે છે. તેમ કર્મોનાં બંધનો તુટી જવાથી આ આત્મા ઉર્ધ્વગતિ કરે છે. જીવ-અને અજીવનો સ્વયં ઉર્ધ્વ-અધોગતિ સ્વભાવ છે. જીવ ઉર્ધ્વગતિ સ્વભાવવાળો છે અને અજીવ અધોગતિ સ્વભાવ
(૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org